આજથી ગુજરાતમાં ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ થયો છે. 16 જિલ્લામાં મંત્રીઓની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. 2700 ગામમાં ડિજિટલ સેવા સેતુની શરૂઆત કરવામાં આવશે, જેમાં રેશનકાર્ડ સહિત 22 સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડિજિટલ સેવા સેતુ યોજનાથી કોઈ પણ માણસ ધક્કા ખાધા વિના અને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે રીતે આવક અને જાતિનો દાખલો, રેશનકાર્ડમાં સુધારો કરી શકશે.

ગુજરાતમા સૌ પ્રથમ વાર ગ્રામ્ય વિસ્તારના લોકોને આવક અને જાતિનો દાખલો, રેશનકાર્ડમાં સુધારો કે નવા કાઢવા, સિનિયર સિટીઝન કે માઇનોરીટી તેમજ વિધવા સર્ટીફિકેટ સહિત ગ્રામ પંચાયતમાંથી કાઢી શકાશે. જેના માટે જિલ્લાની 44 ગ્રામ પંચાયતોમાં ડિજિટલ સેવાસેતુનો કાર્યક્રમ 8મી ઓક્ટોબરથી સીએમ વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ થયો છે.

પાયલોટ પ્રોજેક્ટ તરીકે હાલમાં 22 સેવા શરૂ કરાશે. ગ્રામજનોએ આવી સેવાઓ તેમના ઘર આંગણે એટલે ગ્રામ પંચાયતમાંથી મળી રહે તેવો હેતુ છે. જિલ્લાની 44 ગ્રામ પંચાયતોમાં સૌથી વધુ માણસા તાલુકાની 13, દહેગામની 11 જ્યારે ગાંધીનગર અને કલોલની 10-10 ગ્રામ પંચાયતોનો સમાવેશ કર્યો છે.આ ગ્રામ પંચાયતોમાં ઉપરોક્ત કામગીરી ઉપરાંત ટેમ્પરરી રેસિડન્ટ સર્ટીફિકેટ, ડુપ્લિકેટ રેશનકાર્ડ સહિતની 22 જેટલી કામગીરી કરાશે.

પ્રાથમિક તબક્કે હાલમાં 22 સેવાઓ શરૂ કરાશે. ત્યારબાદ આગામી સમયમાં અન્ય 50 સેવાઓ પણ શરૂ કરાશે. મુખ્યમંત્રીએ ડિસેમ્બર-2020 સુધીમાં વધુ 8 હજાર ગ્રામ પંચાયતોને આ ડિજિટલ સેવાસેતુમાં આવરી લેવાનો નિર્ધાર કર્યો છે. આ ડીજીટલ સેવાથી ગ્રામીણ નાગરિકોને રોજ-બરોજની સેવાઓ કે સર્ટિફિકેટ, દાખલાઓ માટે તાલુકા-જિલ્લા મથકે ધક્કા ન ખાવા પડે, સમય અને આવવા-જવાના વાહન ભાડાના ખર્ચનો બચાવ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here