આગની દુર્ઘટનાને પગલે લોકો જોખમી રીતે પોતાના ફ્લેટમાંથી અન્ય ફ્લેટમાં બારી વાટે નીકળ્યા હતા.

  • એપાર્ટમેન્ટની મીટરપેટીમાં આગ લાગ્યા બાદ ધુમાડો ઉપર સુધી જતાં લોકોમાં ડર ફેલાયો

સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગી ગઈ હતી. રમીઝ એપાર્ટમેન્ટની ગલીમાં જમણી તરફ આવેલા એપાર્ટમેન્ટમાં આગ લાગી ગઈ હતી. મીટરપેટીમાં લાગેલી આગના ધુમાડા ઊંચે સુધી ઊઠ્યા હતા, જેથી એપાર્ટમેન્ટના રહીશોની સાથે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મીટરપેટીનો ધુમાડો ઉપર સુધી આવતાં લોકોએ જીવ બચાવવા માટે એપાર્ટમેન્ટની બારીનો સહારો લઈને જોખમી રીતે નીકળવાનું પસંદ કર્યું હતું. બારીમાંથી બીજા ફ્લેટમાં ગયા હોવાનો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો હતો.

એકમેકને પકડીને અન્ય ફ્લેટમાં બારી વાટે મોકલવામાં આવ્યા હતા.

એકમેકને પકડીને અન્ય ફ્લેટમાં બારી વાટે મોકલવામાં આવ્યા હતા.

લોકોએ જીવને જોખમમાં મૂક્યો
રમીઝ એપાર્ટમેન્ટની ગલીમાં આવેલા એપાર્ટમેન્ટમાં મીટરપેટીમાં આગ લાગી ગઈ હતી, જેથી ધુમાડો ઉપરની તરફ આવતાં એપાર્ટમેન્ટના રહીશોમાં ડરનો માહોલ પેદા થઈ ગયો હતો. જેથી લોકોએ જીવ બચાવવા માટે જીવને જોખમમાં મૂક્યો હતો. જીવ જોખમમાં મૂકીને લોકો બારીમાંથી નીકળીને અન્ય ફ્લેટમાં ગયા હતા.

ફાયરબ્રિગેડની ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયરબ્રિગેડની ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
ફાયરબ્રિગેડ આવ્યું ત્યાં સુધીમાં લોકોએ જીવના જોખમે અન્ય ફ્લેટમાં ગયા હતા. બાદમાં ફાયરબ્રિગેડની ગાડીઓ દ્વારા તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા. આ સાથે જ ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો, જેથી લોકોએ રાહતનો દમ લીધો હતો.

બીજા માળે આવી ગયેલા લોકોને સીડી દ્વારા ઉતારવામાં આવ્યા હતા.

બીજા માળે આવી ગયેલા લોકોને સીડી દ્વારા ઉતારવામાં આવ્યા હતા.

ગત રાત્રે મિલમાં આગ લાગી હતી
સુરતમાં પાંડેસરા GIDCની પ્રેરણાં મિલ નામની ડાઈંગ મિલમાં રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભાગદોડ મચી ગઇ હતી. જોકે જાગ્રત નાગરિકે તાત્કાલિક ફાયર અને 108 સહિત પોલીસને જાણ કરતાં ત્રણેય પાંખના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. એક કર્મચારી જીવ બચાવવા ત્રીજા માળેથી કૂદતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક કર્મચારી ઇજાગ્રસ્ત થયો છે. ફાયરના જવાનોએ ભીષણ આગને લઈ પાણીનો મારો કરી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

ધુમાડા ઉપર સુધી ગયો હતો, જોકે આગ પર કાબૂ મેળવાતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

ધુમાડા ઉપર સુધી ગયો હતો, જોકે આગ પર કાબૂ મેળવાતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here