કોરોના મહામારીમાં લોકડાઉન વખતે લગભગ 500 જેટલી સેવાભાવી સંસ્થાઓએ ગરીબોના પેટનો ખાડો બે ટંક ખીચડી-કઢી સહિતનું ખવડાવી પૂર્યો હતો. આશરે 3 કરોડથી વધુ લોકોને જમાડવામાં આવ્યા હતા. NGO દ્વારા થયેલી આ સેવાની સર્વત્ર સરાહના થઈ હતી… જોકે હકીકત કંઈક જુદી જ સામે આવી છે. સેવા કરનારી આ સંસ્થાઓએ લાખો કરોડો રૂપિયાનાં બિલ પાલિકામાં મૂકીને પાસ કરાવી લીધાંનું સામે આવ્યું છે.

કરોડના કૌંભાડથી મચ્યો ખળભળાટ

કોંગ્રેસના કાર્યકર કલ્પેશ બારોટે લોકડાઉન દરમિયાન ભોજનમાં થયેલા ખર્ચ અંગે માહિતી માગી હતી. એમાં પાલિકાએ ભોજન માટે ઉલ્લેખની છે કે અક્ષયપાત્ર સંસ્થા સાથે કરેલા કરાર મુજબ કરોડો રૂપિયા ચૂકવ્યાની માહિતી આપી છે. જો કે સમગ્ર સંસ્થાઓની માહિતી આપવામાં આવી નથી..ઉપરછલ્લી માહિતી આપવામાં આવી છે જેમાં જ પંદર કરોડનું કૌભાંડ સામે આવ્યું છે… જેના જવાબમાં પાલિકા અધિકારીના ગોળ ગોળ જવાબો પરથી વાસ્તવિકતા કંઈક અલગ જ બયાન કરી રહી છે..જે મામલે રાજ્ય સરકાર તરફથી તપાસના આદેશ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ખીચડી કઢીના કૌભાંડમાં માત્ર ઉધના ઝોનનું જ પાંચ કરોડની આસપાસ બિલ

ખીચડી કઢીના કૌભાંડમાં માત્ર ઉધના ઝોનનું જ પાંચ કરોડની આસપાસ બિલ મુકવામાં આવ્યું છે. જ્યાં પાંચ કરોડના ફૂડ પેકેટ અને કઢી – ખીચડી લોકો સુધી પોહચડવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે…જે એક તપાસનો વિષય બની રહે છે.સેવાભાવી સંસ્થાઓને માત્ર સન્માનિત કરવાની વાત હતી.તો પછી આ કરોડોના ચૂકવણા ક્યાં આધાર પર કરવામાં આવી રહ્યા છે.તે એક મોટો પ્રશ્ન છે.

માત્ર અક્ષયપાત્ર સંસ્થાએ જ 15 કરોડની આસપાસ બિલ મૂક્યું છે.જેમાંથી સાત કરોડથી વધુની ચુકવણી પાલિકાએ કરી દીધી છે.જે સૌથી મોટો ચોંકાવનારો આંકડો છે.ક્યાંક ને ક્યાંક પાલિકા ના કેટલાક અધિકારીઓ અને રાજકારણીઓની મિલીભગતમાં આ બિલો મુકવામાં આવ્યા છે.જે અંગે સુરત મ્યુન્સીપલ કમિશનર સહિત રાજ્યના મુખ્યમંત્રી શ્રી સુધી વોટ્સએપ માધ્યમ ઠકી રજુઆત જુલાઈ માસમાં કરવામાં આવી છે.જે અંગે હજી સુધી આ મામલે કોઈ તપાસના આદેશ સુધા આપવા આવ્યા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here