કોરોના વાયરસે પ્રજાજનો પર દંડનો વધુ એક કોરડો વિંઝાયો છે. દસ રુપિયામાં વેચાતો માસ્ક નહીં પહેરીને ગુજરાતના નાગરિકોએ ૬૦ કરોડનો દંડ ત્રણ મહિના દરમિયાન સરકારમાં ભરપાઈ કર્યો છે. ૧ જુલાઈથી કોરોનાના નિયમોનો ભંગ કરનાર નાગરિકો સામે કડક દંડ વસુલાત કરવામાં આવી રહી છે. ૧ જુલાઈથી આજે દંડ વસૂલાતના ૧૦૦ દિવસ થઈ રહ્યાં છે.

૧ જુલાઈથી આજે દંડ વસૂલાતના ૧૦૦ દિવસ થયા

આવા તબક્કે ગુજરાતમાં માસ્ક નહીં પહેરવા અને જાહેરમાં થૂંકવા માટે દંડપેટે ૬૦ કરોડ રુપિયા વસૂલી લેવામાં આવ્યાં છે. અમદાવાદ શહેરમાં પોલીસ દરરોજ માસ્ક વગર નીકળતાં કે જાહેરમાં થૂંકતાં ૨૦૦૦થી લોકો પાસેથી ૨૦ લાખ રુપિયાથી વધુ દંડ વસૂલે છે. આ રીતે ગણતાં શહેર પોલીસ દર મહિને માસ્ક નહીં પહેરતાં અને જાહેરમાં થૂંકનાર લોકો પાસેથી ત્રણ મહિનામાં ૧૮ કરોડ રુપિયા વસૂલી ચૂકી છે.

પોલીસ દર મહિને માસ્ક નહીં પહેરતાં અને જાહેરમાં થૂંકનાર લોકો પાસેથી ત્રણ મહિનામાં ૧૮ કરોડ રુપિયા વસૂલી ચૂકી

કોરોના સામેની લડાઈ લડી રહેલાં પ્રજાજનોએ દંડ વસૂલાતનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જાહેરમાં નીકળતાં નાગરિકો માટે માસ્ક પહેરવું ફરજીયાત છે. એ જ રીતે લોકો જાહેરમાં થૂંકી શકતાં નથી. તા. ૧ જુલાઈથી માસ્ક નહીં પહેરનાર કે જાહેરમાં થૂંકનાર વ્યક્તિ પાસેથી દંડ વસૂલાત શરુ કરવામાં આવી છે. દંડ વસૂલાતને આવતીકાલ તા. ૮ના રોજ ૧૦૦ દિવસ થઈ રહ્યાં છે. ૧૦૦ દિવસમાં ગુજરાતમાં માસ્ક નહીં પહેરતાં કે જાહેરમાં થૂંકતા નાગરિકો પાસેથી ૬૦ કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે.

જાહેરમાં થૂંકતા નાગરિકો પાસેથી ૬૦ કરોડનો દંડ વસૂલવામાં આવ્યો

ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ ઉમેર્યું કે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર, જુનાગઢ સહિતના શહેરી વિસ્તારોમાં વિશેષ કાર્યવાહી ાૃથઈ રહી છે. ખાસ કરીને લોકોની ભીડ વિશેષ થતી હોય તેવા વિસ્તારોમાં માસ્ક પહેર્યા વગર નીકળતાં લોકોના કારણે કોરોના સંક્રમણ થવાનો ખતરો રહે છે. આવા લોકો પાસેાૃથી પોલીસ દંડ વસૂલાત કરી રહી છે. ઉલ્લેખનિય છે કે, ૧ જુલાઈાૃથી માસ્ક અને જાહેરમાં થૂંકનાર પાસેાૃથી દંડ વસૂલાત શરુ કરવામાં આવી છે. પ્રારંભે ૨૦૦ રુપિયા દંડ વસુલવામાં આવતો હતો તે અત્યારે ૧૦૦૦ રુપિયા છે. અમદાવાદ શહેરમાં દરરોજ ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસ અંદાજે ૨૦૦૦ લોકો પાસેથી ૨૦ લાખ રુપિયાનો દંડ વસૂલી રહી છે. આમ, અમદાવાદ શહેરમાં દર મહિને ત્રણ કરોડ રુપિયા જેટલો દંડ વસૂલવામાં આવે છે.

ચાલુ મહિનામાં સાત જ દિવસમાં પોલીસ એક કરોડ રુપિયાનો દંડ વસૂલી ચૂકી છે.અમદાવાદ શહેર પોલીસ આ ઉપરાંત દરરોજ સરેરાશ ૧૦૦ જેટલા વાહનચાલકોના વાહનો પણ ડીટેઈન કરી રહી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે જ ૧ જુલાઈાૃથી ૯૯ દિવસ દરમિયાન ૫૩૦૦૦ નાગરિકોને માસ્ક વગર ફરવા અને જાહેરમાં થૂંકવા બદલ દંડ વસૂલાત કરી મેમા આપ્યાં છે.

કોરોનાનો રોગચાળો સતત વકરી રહ્યો છે તે અટકાવવા માટે લોકો માસ્ક પહેરતાં ાૃથાય અને જાહેરમાં નહીં થૂંકવાની કાળજી રાખે તે જરુરી છે. સતત અપીલ છતાં નાગરિકોમાં જાગૃતતા ન જણાતાં આખરે ૧ જુલાઈાૃથી કોરોના નિયમોની અમલવારી કરી દંડ વસૂલાત કરવાની સત્તા પોલીસને આપી છે.

એમાં પણ, માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થૂંકનાર વ્યક્તિ પાસેાૃથી ૧૦૦૦ રુપિયાનો ાૃધરખમ દંડ વસૂલવા હાઈકોર્ટે પણ તાકીદ કરી છે. જનઆરોગ્ય જળવાઈ રહે તે માટે કડક દંડાત્મક કાર્યવાહી છતાં ૧૦ રુપરડીનો માસ્ક નહીં પહેરનાર ગુજરાતીઓમાં ૧૦૦ દિવસમાં ૬૦ કરોડનો ાૃધરખમ દંડ સરકારી તિજોરીમાં જમા કરાવી ચૂક્યાં છે.

દંડની રકમ ૨૦૦થી વધારીને હાઈકોર્ટના હૂકમ પછી ૧૦૦૦

અમદાવાદ સહિત રાજ્યભરમાં માસ્ક નહીં પહેરવા અને જાહેરમાં થૂંકનાર વ્યક્તિ પાસેાૃથી તા. ૧ જુલાઈાૃથી દંડ વસૂલાત શરુ કરવામાં આવી છે. શરુઆતમાં ૨૦૦ રુપિયા દંડ વસૂલવામાં આવતો હતો તે વાૃધારીને ૫૦૦ રુપિયા કરાયો હતો. હાઈકોર્ટના હૂકમાૃથી હવે ૧૦૦૦ રુપિયા દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. (તેજસ પટેલ, ટ્રાફિક ડીસીપી)

જનજાગૃતિ માટે ટ્રાફિક પોલીસની ૫૬ બાઈકમાં એનાઉન્સમેન્ટ

લોકો માસ્ક પહેરે તે માટે ટ્રાફિક પોલીસ ખાસ તકેદારી લઈ રહી છે. માસ્કની જનજાગૃતિ માટે ટ્રાફિક પોલીસની ૫૬ ખાસ પ્રકારની બાઈકમાં પબ્લિક એનાઉન્મેન્ટ સિસ્ટમ લગાવાઈ છે. બાઈકમાં માઈક દ્વારા લોકોને જાણકારી આપવામાં આવે છે કે, કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવા ફરજીયાત છે. આમ છતાં, નિયમભંગ કરનાર પાસેથી દંડ વસૂલાત કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here