દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. જ્યાં સુધી રસી ન શોધાય ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક એ જ માત્ર ઉપાય છે. જેથી લોકોને આ અંગે જાગૃત કરવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે. પણ આ PM મોદીએ પોતે આજથી કોવિડ-19 પ્રસાર રોકવાના અભિયાનની શરૂઆત કરી છે. જે અંતર્ગત તેમણે ટ્વીટ કરી લોકોને કોરોના પ્રત્યે જાગૃતતા માટે આ અભિયાનની શરુઆત કરી છે.

  • PM મોદીએ ટ્વિટ કરી લોકોને માસ્ક  પહેરવાની કરી અપીલ
  • માસ્ક  પહેરો, હાથ ધોવો,સોશિયલ ડિસ્ટન્સ પાળો: PM
  • 2 ગજની દૂરીનું પાલન કરો: PM
  • એક સાથે આપણે કોરોના સામે જીતીશું: PM

કોરોનાને લઇ PM મોદીએ ટ્વિટ કર્યુ છે.  PM મોદીએ ટ્વીટમાં લોકોને માસ્ક પહેરવાની અપીલ  કરી છે. તેમણે કહ્યું કે માસ્ક  પહેરો, હાથ ધોવો, સોશિયલ ડિસ્ટન્સ પાળો. બે લોકો વચ્ચે 2 ગજની દૂરીનું પાલન કરો. તેમજ તેમણે કહ્યું છે કે એક સાથે આપણે કોરોના સામે જીતીશું.’

આજથી શરુ થયેલા પીએમના કોરોના જાગૃતિ  અભિયાનને જન આંદોલન નામના અપાયું છે. તહેવારો, શિયાળાની સાથે સાથે અર્થવ્યવસ્થાને ધ્યાને રાખી આ ખાસ અભિયાનની શરુઆત કરવામાં આવી છે.  જેમાં લોકોને માસ્ક  પહેરવા, સોશિયલ ડિસ્ટસિંગ, હાથ સ્વચ્છ રાખવાનો સંદેશ અપાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here