અમદાવાદઃ અમદાવાદ શહેરના ગોમતીપુરમાં રહેતી 17 વર્ષની સગીરા પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પિતાને પત્રમાં તેણે ‘સોરી, પાપા, SORRY હું એક યુવકને ખૂબ જ પ્રેમ કરૂ છું અને તેની સાથે લગ્ન કરી લીધા છે. શોધખોળ કરવી નહીં ’ લખીને માફી પણ માગી હતી.

સગીરા તેના પ્રેમી સાથે લગ્ન કરવા માગતી હતી પણ પુખ્ત વયની ના હોવાથી લગ્ન ન કરી શકે એટલે પ્રેમી સાથે ધાંગધ્રા પાસેના પ્રેમીના ગામ જતી રહી હતી. પ્રેમીને ખબર પડી કે, આ કેસમાં પોલીસ ફરિયાદ થઇ ગઇ છે, એટલે પ્રેમીએ તેને વિરમગામ એકલી મૂકીને સગીરાના પરિવારને જાણ કરી દીધી હતી.

ગોમતીપુર વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા બ્યુટી પાર્લરનું કામ શિખતી હતી ત્યારે ત્યારે તેની એક યુવતી સાથે મિત્રતા થઈ હતી. આ યુવતીના ભાઈ સાથે પણ તેની મિત્રતા થઇ. ત્રણેક વર્ષ સુધી સગીરા અને યુવક વચ્ચે મિત્રતા રહી પરંતુ છેલ્લા છ મહિનાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને પરિવારને જાણ થતાં તેની સાથે સંબંધ ન રાખવાનું કહેતાં આ સગીરા તેના પિતાને એક ચિઠ્ઠી લખી ઘરેથી પ્રેમી સાથે નીકળી ગઈ હતી.

પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે, યુવકનું ગામ ધ્રાંગધ્રા પાસે છે. ત્યાં સગીરા અને તેનો પ્રેમી હોઈ શકે છે. પોલીસે તપાસ તેજ કરી અને સગીરાની ભાળ મેળવી. દરમિયાનમાં ફરિયાદ થઈ હોવાથી પ્રેમીએ સગીરાને વિરમગામ રોડ પર તરછોડી મૂકી. સગીરાએ પોતાનાં માતા-પિતાને જાણ કરતાં પોલીસે સગીરાની ભાળ મેળવીને બાદમાં આરોપીની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here