Indian Air Force Day: રાફેલે આકાશમાં કરી ગર્જના, ચિનૂક-અપાચેએ પણ દેખાડ્યો દમ
નવી દિલ્હી: ભારતીય વાયુસેના આજે પોતોનો 88મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આયોજનમાં કુલ 56 એરક્રાફ્ટે ભાગ લીધો. પીએમ મોદીએ પણ આ અવસરે વાયુસેનાને શુભેચ્છા પાઠવી. હિંડન એરબેસ પર જશ્ન મનાવવામાં આવી રહ્યો છે.
પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસરે વાયુસેનાને શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે એરફોર્સ ડે પર ભારતીય વાયુસેનાના તમામ વીર યોદ્ધાઓને ખુબ ખુબ શુભેચ્છાઓ. તમે આકાશને તો સુરક્ષિત રાખો જ છો પરંતુ આફત સમયે પણ માનવતાની સેવામાં અગ્રણી ભૂમિકા ભજવો છો. માં ભારતીની રક્ષા માટે તમારા સાહસ, શૌર્ય અને સમર્પણ દરેકને પ્રેરિત કરનારા છે.
રાફેલ, તેજસ અને જગુઆર ગજાવ્યું આકાશ
રાફેલ ફાઈટર વિમાને દુશ્મનોને પોતાની ગર્જનાથી ચેતવણી આપી દીધી છે. એરફોર્સ ડેના અવસરે ગાઝિયાબાદના આકાશમાં રાફેલે પોતાનો દમ દેખાડ્યો. રાફેલની સાથે થ્રી ફોર્મેશનમાં જગુઆર પણ સાથે હતા. જેમણે આકાશમાં ઉડાણ ભરી. રાફેલ બાદ સ્વદેશી તેજસે આકાશ ગજાવ્યું
ચિનુક અને અપાચેએ દેખાડ્યો દમ
વાયુસેના દિવસના અવસરે ચિનૂક હેલિકોપ્ટર, અપાચે હેલિકોપ્ટર, ગ્લોબમાસ્ટર, સુખોઈ સહિત અને ફાઈટર વિમાનોએ પણ દમ દેખાડ્યો
એરફોર્સ ડે પર ખાસ પરેડ
હિંડન એરબેસ પર આ અવસરે ખાસ પરેડ આયોજિત થઈ. સેનાની ત્રણેય ટુકડીઓના પ્રમુખ ઉપરાંત અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ આ પરેડ દરમિયાન હાજર રહ્યા. CDS બિપિન રાવત પણ હાજર છે. વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ સૌથી પહેલા ગાર્ડ ઓફ ઓનરનું અભિવાદન કર્યું. ગ્રુપ કેપ્ટન સાગરના નેતૃત્વમાં પરેડની શરૂઆત થઈ હતી.
વાયુવીરોનું સન્માન
વાયુસેનાના પ્રમુખે આ અવસરે અનેક વાયુવીરોનું સન્માન કર્યું. જેમાં એ જવાનો પણ સામેલ છે જેમણે બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી.