• માનવાધિકારની ચિંતા કર્યા વગર ગોળી મારી દેવામાં આવે.- દુતેર્ત
  • સરકાર વિરોધીઓને ચૂપ કરાવવા માનવાધિકારોનું હનન કરી રહી છે
  • દુતેર્ત કમ્યુનિસ્ટનો સફાયો ઈચ્છે છે

સરકાર વિરોધીઓને ચૂપ કરાવવા માનવાધિકારોનું હનન કરી રહી

રાષ્ટ્રપતિએ રવિવારે પોલીસ કાર્યવાહીમાં કેટલાક લોકોના મોતને યોગ્ય ઠરાવ્યા છે. માનવાધિકાર સંગઠનોએ દુતેર્તેની વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. તેમણે પોલીસની કાર્યવાહીને હત્યા ગણાવતા કહ્યું કે સરકાર વિરોધીઓને ચૂપ કરાવવા માટે માનવાધિકારોનું હનન કરી રહી છે.

દુર્તેતે કહ્યુ હતુ કે …

એક વેબસાઈટમાં છપાયેલા સમાચાર મુજબ ફિલિપાઈન્સની પોલીસની રવિવારની રેડ દરમિયાન ઓછામાં ઓછા 9 લોકોના મોત થાય છે. પોલીસનું કહેવું છે કે વિદ્રોહિઓની પાસે હથિયાર હતા. તેમણે કહ્યું કે તેમને ગોળીઓ ચલાવવી પડી. જ્યારે માનવાધિકારનું કહેવું છે કે જાણી જોઈને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. પોલીસની આ કામગીરી રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેના નિવેદન બાદ થઈ. જેમાં તેમણે કહ્યું કે જો વિદ્રોહિઓ પાસે હથિયાર છે તો માનવાધિકારની ચિંતા કર્યા વગર ગોળી મારી દેવામાં આવે.

પ્રક્તાએ રાષ્ટ્રપતિના નિવેદન પર આપી સફાઈ

રાષ્ટ્રપતિના પ્રવક્તા હૈરીએ મારવા સંબંધી આદેશનો બચાવ કરતા કહ્યું કે રાષ્ટ્રપતિએ ફક્ત સશસ્ત્ર વિદ્રોહિઓને મારવાના આદેશ આપ્યા છે. તેમ છતાં સરકાર પોલીસની કાર્યવાહીની તપાસ કરશે. ત્યારે ફિલિપાઈન્સમાં ઈસાઓના સૌથી અસરકારક ચર્ચ ગ્રુપ કેથોલિક બિશપ કાંફ્રેન્સ પણ સરકારની વિરુદ્ધ આવ્યું છે. તેમણે આ ઘટનાને લઈને રાષ્ટ્રપતિની નિંદા કરી  છે.

પોલીસે આપી સફાઈ

એન્ટી રિબેલ ટાસ્ક ફોર્સના પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ એન્ટોનિયો પરલાડે ન્યૂઝ એજન્સી રોયટરને જણાવ્યું કે પોલીસની કાર્યવાહી પુરી રીતે કાયદેસરની હતી. પોલીસની પાસે હથિયારો અને વિસ્ફોટકોની તપાસ કરવા માટે વોરન્ટ હતા. જ્યારે માનવાધિકાર કાર્યકર્તાઓનું કહેવું છે પોલીસે બધું જ સમજી વિચારીને રણનિતી અંતર્ગત કર્યુ છે. રાષ્ટ્રપતિ દુતેર્તે ડ્રગ્સની વિરુદ્ધ કથિત યુદ્ધમાં અત્યાર સુધી હજારો નિર્દોષો માર્યા ગયા છે. 

કમ્યુનિસ્ટનો સફાયો ઈચ્છે છે

2016માં સત્તામાં આવ્યા બાદ દુતેર્ત કમ્યુનિસ્ટ વિદ્રોહિઓની વિરુદ્ધ અભિયાન છેડ્યુ છે. તેઓ ઈચ્છે છે કે કમ્યુનિસ્ટને પુરી રીતે સાફ કરી દેવામાં આવે. એટલા માટે પોલીસને વિદ્રોહિઓને મારવાની પુરી આઝાદી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દુતેર્તે આ પહેલા મહિલાઓને લઈને ટિપ્પણી કરતા કહ્યુ હતુ કે સત્તા સંભાળવી મહિલાઓના હાથની વાત નથી. તેઓ ભાવનાઓ પર નિયંત્રણ નથી રાખી શકતી જેના કારણે પુરુષોની સરખામણીએ નબળી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here