હાથરસમાં 19 વર્ષીય દલિત યુવતી સાથે ગેંગરેપના કેસમાં પીડિતાના ભાઇ દ્વારા તેની વિરુદ્ધ કાવતરું ગણાવ્યું છે. પીડિત પરિવારનું કહેવું છે કે તેઓ આરોપીઓની સાથે કોઇ સંપર્કમાં નહોતા. તેમણે કથિત કોલ ડિટેઇલ રેકોર્ડની સત્યતા પર પ્રશ્ન ઉભા કરી દીધા. આપને જણાવી દઇએ કે પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે મુખ્ય આરોપી અને પીડિતાના પરિવાર વચ્ચે 5 મહિનામાં 100 કોલ થયા હતા.

પીડિતાના મોટા ભાઈએ કહ્યું કે, ‘આ અમારી વિરુદ્ધ કાવતરું છે. હત્યારાઓ ખૂબ જ શાતિર છે. તેઓ પોતાને બચાવવા માટે કંઇ પણ કરી શકે છે. તેણે કહ્યું કે 10 વર્ષ પહેલા તેમણે તેના પિતા માટે સિમ ખરીદ્યું હતું પરંતુ તેનો ફોન ખોવાઈ ગયો હતો. તેથી મેં મારી આઈડી પરથી સિમ ખરીદ્યું. ફોન હંમેશાં ઘરે જ રહે ​​છે. દરેક લોકો પાસે એટલે સુધી કે પ્રધાનની પાસે પણ અમારો એક જ નંબર છે.

‘પિતા જ કરતાં હતા ફોનનો ઉપયોગ’

પીડિતાના ભાઈએ કહ્યું કે મોટાભાગે તેમના પિતા ફોનનો ઉપયોગ કરતા હતા પરંતુ તે મુખ્ય આરોપી સંદીપ સાથે કયારેય સંપર્ક કર્યાનો દાવો ફગાવી દે છે. સંદીપ પીડિતાના ઘર તરફ જતા રસ્તાની બીજી બાજુ રહે છે.

‘અમે ગરીબ છીએ, તેથી ફસાવામાં આવી રહ્યા છે’

પીડિતાનો નાનો ભાઈ ગાઝિયાબાદમાં નોકરી કરે છે. તેમણે આ દાવાના પુરાવા માંગ્યા છે. તેમણે કહ્યું, ‘યુપી પોલીસ અમને ફસાવવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે અમે ગરીબ છીએ. આમારા ઉત્પીડનનો કોઇ અંત નથી. જો તેમની પાસે રેકોર્ડ છે તો પછી પુરાવા હોવા જોઈએ. હું એ કોલ રેકોર્ડિંગ્સ સાંભળવા માંગું છું. ‘કોલ ડિટેઇલ રેકોર્ડ (સીડીઆર) ડોક્યુમેન્ટમાં એક જ નંબરનો સમય, ડ્યુરેશન, લોકેશન અને કોલની સંખ્યા નોંધાઇ છે.

‘બહેન પર કોઈ શંકા નથી’

પીડિતાના મોટા ભાઈએ જણાવ્યું હતું કે, પોલીસ મારી બહેનનું ચરિત્ર હનન કરવામાં લાગી છે. અમે અમારી બહેન પર નજર રાખતા હતા. મને તેના પર કોઈ શંકા નથી. નાના ભાઈએ કહ્યું કે મારી બહેન અભણ હતી. નંબર ડાયલ કેવી રીતે કરવો તે જાણતી નહોતી. તે ફક્ત કોલ જ મેળવી શકતી.

આરોપી અને પીડિતાના પરિવાર વચ્ચે વાતચીત થયાનો દાવો

ઉત્તર પ્રદેશ પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાના પરિવાર અને મુખ્ય આરોપી વચ્ચે સતત ફોન પર વાતો થતી હતી. પોલીસે પીડિતાના પરિવારજનો અને મુખ્ય આરોપીના ફોનની તપાસ કરી હતી. દાવો કરવામાં આવે છે કે સંદીપને પીડિતાના ભાઇના નામે રજિસ્ટર્ડ નંબર પરથી બરાબર કોલ આવતા હતા. પીડિતાના ભાઈના નંબર 989xxxxx અને સંદીપની 76186xxxxx વચ્ચે ટેલિફોનિક વાતચીત 13 ઓક્ટોબર, 2019થી ટેલિફોનિક વાતચીત શરૂ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર મોટાભાગના કોલ પીડિતાના ગામ ચંદપામાં આવેલ સેલ ટાવર્સથી કરવામાં આવી હતી, જે પીડિતાના ગામથી ખાસ દૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here