fake universities in India UGC list 2020: યુનિવર્સિટી  ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ દેશના જુદા જુદા રાજ્યોમાં ચાલતી બોગસ યુનિવર્સિટીઓના નામની જાહેરાત કરી છે. UGCએ તેની વેબસાઇટ ugc.ac.in પર આ તમામ બોગસ યુનિવર્સિટીઓની સંપૂર્ણ લિસ્ટ બહાર પાડી છે. આ લિસ્ટમાં કુલ 24 યુનિવર્સિટીઓ છે જે દેશના વિવિધ રાજ્યોની છે. જોકે આમાંની મોટાભાગની યુનિવર્સિટીઓ ઉત્તર પ્રદેશમાં છે. બીજા સ્થાને રાષ્ટ્રીય પાટનગર દિલ્હીનું નામછે.

UGCએ આ સંદર્ભે નોટિસ ફટકારી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સંસદ અધિનિયમના નિયમો અને યુજીસી એક્ટની કલમ 23 મુજબ આ તમામ 24 સંસ્થાઓને ‘યુનિવર્સિટી’ શબ્દનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. આ એવી માન્યતા વિનાની સંસ્થાઓ છે જે યુજીસી એક્ટ 1956 નું ઉલ્લંઘન કરે છે.

કોમર્શિયલ યુનિવર્સિટી લિમિટેડ, દરિયાગંજ, દિલ્હી

વોકેશનલ યુનિવર્સિટી, દિલ્હી

એડીઆર સેન્ટ્રિક જ્યુરિડિકલ યુનિવર્સિટી, એડીઆર હાઉસ, રાજેન્દ્ર પ્લેસ, નવી દિલ્હી

ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઑફ સાયંસ એન્ડ એન્જીનિયરિંગ, નવી દિલ્હી

વિશ્વકર્મા ઓપન યુનિવર્સિટી ફૉર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, સંજય એન્ક્લેવ, નવી દિલ્હી

આધ્યાત્મિક યુનિવર્સિટી (સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી), રોહિણી, દિલ્હી

બડાગાનવી સરકાર વર્લ્ડ ઓપન યુનિવર્સિટી એજ્યુકેશન સોસાયટી, બેલગામ, કર્ણાટક

સેન્ટ જ્હોન યુનિવર્સિટી, કૃષ્ણાટમ, કેરળ

રાજા અરેબિક યુનિવર્સિટી, નાગપુર, મહારાષ્ટ્ર

ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઑફ અલ્ટરનેટિવ મેડિસિન, ચોરંગી રોડ, કોલકાતા, પશ્ચિમ બંગાળ

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ મેસીન એન્ડ રિસર્ચ, કોલકાતા, પશ્ચિમ બંગાળ

વારાણસી સંસ્કૃત વિશ્વ વિદ્યાલય, વારાણસી, ઉત્તર પ્રદેશ / જગતપુરી, દિલ્હી

મહિલા ગ્રામ વિદ્યાપીઠ / યુનિવર્સિટી (મહિલા યુનિવર્સિટી), પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ

કોલેજો

ગાંધી હિન્દી વિદ્યાપીઠ, પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ

નેશનલ યુનિવર્સિટિ ઑફ ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ હોમ્યોપેથી, કાનપુર, ઉત્તર પ્રદેશ

નેતાજી સુભાષચંદ્ર બોઝ યુનિવર્સિટી (ઓપન યુનિવર્સિટી), અલીગઢ, ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશની યુનિવર્સિટી, મથુરા, ઉત્તર પ્રદેશ

મહારાણા પ્રતાપ શિક્ષા નિકેતન યુનિવર્સિટી, પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશ

ઇન્દ્રપ્રસ્થ શિક્ષ પરિષદ, નોઈડા, ઉત્તર પ્રદેશ

નવ ભારત શિક્ષા પરિષદ, રાઉરકેલા, ઓડિશા

નોર્થ ઓડિશા યુનિવર્સિટી ઓફ એગ્રિકલ્ચર એન્ડ ટેકનોલોજી, મયુરગંજ, ઓડિશા

શ્રી બોધિ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન, પુડુચેરી

ક્રાઇસ્ટ ન્યૂ ટેસ્ટામેન્ટ ડીમ્ડ યુનિવર્સિટી, ગુંટુર, આંધ્રપ્રદેશ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here