અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચીનને ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે કોરોના મહામારી માટે ચીનને ભારે કિંમત ચૂકવવી પડશે. ચીને વિશ્વની સાથે જે કંઈ પણ કર્યું છે. તેના માટે ચીને કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. ટ્રમ્પે કહ્યું કોરોના ચીનની ભૂલ છે, અમેરિકાની નહીં.

  • ફરી ચીન પર વરસ્યા ટ્રમ્પ
  • કોરોના મહામારી ફેલાવવા બદલ ચીને ચુકવવી પડશે કિંમત
  • ટ્રમ્પે કહ્યું કોરોના વાયરસ ચીનની ભૂલ

તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પણ કોરોના સંક્રમિત થયા છે. દેશને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે ચીનને જણાવવા માગું છું કે કોરોના મહામારી તેની મોટી ભૂલ છે. અને તેના માટે તેને ભારે કિંમત ચૂકવવી પડશે. આ અમેરિકીઓની ભૂલ નથી. અમેરિકીઓને તેની કોઈ કિંમત ચૂકવવી નહીં પડે.

કોરોના સંક્રમિત થવું ઈશ્વરનો આર્શિવાદ ગણાવ્યો

એક વીડિયો મેસેજમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના સંક્રમિત થવું એ ઈશ્વરનો આર્શિવાદ ગણાવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે હું એેકદમ સારું અનુભવી રહ્યો છું. મને લાગે છે કે કોરોના સંક્રમિત થવું ભગવાનનો આર્શિવાદ છે. મેં રેજેનરોન દવા વિશે સાંભળ્યું હતુ અને લોકોને લેવાની સલાહ પણ આપી હતી. મેં આ દવાનો ઉપયોગ કર્યો. તેણે સારું કામ કર્યું છે. 

ચીને ચૂકવવી પડશે કિંમતઃ ટ્રમ્પ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ ચીનની ભૂલ હતી અને ચીને આ દેશ અને દુનિયાને માટે જે કર્યું છે તેની મોટી કિંમત તેણે ચૂકવવાની રહેશે. અમે દવા (રેજેનરોન)ને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે સેનાની મદદ લઈ રહ્યા છે અને સાથે લોકોમાં વહેંચવામાં પણ આવી રહી છે. આ દવા ફ્રીમાં મળશે. તમારે તેના માટે કોઈ રૂપિયા ચૂકવવાની નથી. 
 

કોરોના વેક્સીનને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જલ્દી આપણને કોરોનાની વેક્સીન મળશે. મને લાગે છે કે ચૂંટણી પહેલાં વેક્સીન મળી જવી જોઈતી હતી પરંતુ તેની પર રાજનીતિ થઈ રહી છે. જેના કારણે થોડી અસમંજસની સ્થિતિ સર્જાઈ રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here