સુદ્રી જીવોને પ્લાસ્ટિકથી બચાવવા માટે દુનિયાના તમામ સંગઠનો પ્રયાસ કરી રહ્યા છે. આમ છતા સમુદ્રમાં રહેતો કચરો ઓછો થવાનું નામ નથી લઇ રહ્યો. આ કચરાને લઇને હલમાં થયેલા એક સંશોધનમાં સામે આવ્યું છે કે સમુદ્રના તળીયે 1.4 કરોડ ટન માઇક્રોપ્લાસ્ટિક રહેલું છે. ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય વિજ્ઞાન જન્સીના જણાવ્યા પ્રમાણે દુનિયાભરના સમુદ્રના તળીયે 1.4 કરોડ પ્લાસ્ટિક રહેલું છે.

સમુદ્રમાં પ્રદુષકોની સંખ્યા 25 ગણી વધી

દર વર્ષે મહાસાગરોમાં મોટા પ્રમાણમાં કચરો જાય છે. જેમાં સૌથી વધારે પ્રમાણ પ્લાસ્ટિકનું છે. ચિંતાજનક વાત એ સામે આવી છે કે સમુદ્રમાં રહેલા નાના પ્રદૂષકોની સંખ્યા ગયા વર્ષે કરેલા સ્થાનિક સંશોધનની સરખામણીએ 25 ગણી વધારે છે. સીએસઆઇઆરઓ નામની સંસ્થાના સંશોધકોએ દક્ષિણ ઓસ્ટ્રેલિયાના કિનારા ઉપર 3000 મીટર ઉંડેથી નમૂના એકઠા કર્યા છે. જેના માટે તેમણે એક રોબેટિક સબમરીનનો ઉપયોગ કર્યો. સંસ્થાએ દાવો કર્યો છે કે વિશ્વમાં આ પ્રકારનું આ પહેલું સંશોધન છે.

આપણા મહાસાગરો માઈક્રો પ્લાસ્ટિકનું કુંડ

આ સંશોધનના મુખ્ય વિજ્ઞાની ડેનિસ હર્ડનેસે કહ્યું કે સંશોધનમાં સામે આવ્યું છે કે ઊંડા સમુદ્ર માઇક્રોપ્લાસ્ટિકનો કુંડ બની ગયા છે. ત્યાં સૌથી વધારે માઇક્રોપ્લાસ્ટિક રહેલું છે. આટલા બધા ઉઁડા અને દૂરના વિસ્તારોમાં પણ માઇક્રોપ્લાસ્ટિક જોઇને આશ્ચર્ય થયું છે. આ સંશોધનને ફ્રંટીયર ન મરીન નામના મેગેઝીનમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here