મુંબઈમાં થતી દરેક મોટી ડ્રેગ્સ પાર્ટીઝમાં ફારુખ જ ડ્રગ્સની સપ્લાયનું કામ કરતો હતો

નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ મોડી રાતે કાર્યવાહી કરીને મુંબઈના સૌથી મોટા ડ્રગ સપ્લાયર ફારુખ બટાટાના દીકરા શાદાબની ધરપકડ કરી લેવામાં આવી છે. મોડી રાતે મુંબઈમાં ત્રણ જગ્યાઓએ NCBએ દરોડા પાડ્યા હતા. શાદાબ પાસેથી બે કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ, એક લક્ઝુરિયસ કાર અને એક કેશ કાઉન્ટિંગ મશીન પણ મળી આવ્યું છે.

તપાસમાં સામે આવ્યું છે કે, ફારુખ પહેલાં રસ્તા પર બટાકા વેચતો હતો, તેથી તેના નામની સાથે બટાટા જોડાઈ ગયું છે. ત્યારપછી તે અંડરવર્લ્ડના સંપર્કમાં આવ્યો હતો અને હવે તે મુંબઈના સૌથી મોટા ડ્રગ સપ્લાયરમાં એક છે.

બોલિવૂડમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો શાદાબ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે એનસીબીએ ગઈ કાલે રાતે લોખંડવાલા, વર્સોવા અને મીરા રોડ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને શાદાબની ધરપકડ કરી હતી. NCBને તેની પાસેથી મોટી માત્રામાં MD ડ્રેગ્સ મળી આવ્યું છે. જેની બજાર કિંમત રૂ. 2 કરોડ છે. આજે શાદાબને NDPS કોર્ટમાં રજૂ કરવામાં આવશે. શાદાબ બટાટા ડ્રગ્સના ધંધા સાથે ઘણાં સમયથી જોડાયેલો હતો અને મુંબઈની સેલિબ્રિટિઝને ડ્રગ્સની સપ્લાય કરવાનું કામ કરતો હતો.

બટાટાના દીકરા શાદાબ પાસેથી NCBને મોટી માત્રામાં MD ડ્રગ્સ મળ્યું છે, જેની બજાર કિંમત 2 કરોડ છે

બટાટાના દીકરા શાદાબ પાસેથી NCBને મોટી માત્રામાં MD ડ્રગ્સ મળ્યું છે, જેની બજાર કિંમત 2 કરોડ છે

સુંશાત કેસમાં પણ આવ્યું હતું નામ
મુંબઈમાં MDMA સિવાય વિદેશોથી આતા ડ્રગ્સ જેવા કે LSD, ગાંજો, બડ, કોકીનનો સૌથી મોટો સપ્લાયર ફારુખ જ છે. આ સંજોગોમાં તેના દીકરાની ધરપકડ એનસીબી માટે એક મોટી સફળતા માનવામાં આવે છે. એનસીબીનું માનવું છે કે, મુંબઈની દરેક મોટી ડ્રેગ્સ પાર્ટીમાં તે ડ્રેગ્સ સપ્લાય કરતો હતો. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ડ્રેગ્સ એંગલ કેસમાં પણ તેનું નામ આવ્યું હતું.

ફારુખનો બીજો દિકરો પણ મોટો ડ્રેગ્સ સપ્લાયર
તપાસમાં સામે આવ્યું કે ફારુખનો બીજો મોટો દીકરો સૈફ પણ ડ્રગ્સના ધંધા સાથે જોડાયેલો છે. તપાસમાં સામે આવ્યું છે કે, સૈફ પાસે ઘણી લક્ઝુરિયસ ગાડીઓ છે અને તે આ ગાડીઓમાં જ બોલિવૂડ સેલિબ્રિટિઓને ડ્રેગ્સની સપ્લાય કરતો હતો. એનસીબી આ વિશે પણ ટૂંક સમયમાં કાર્યવાહી કરવાની છે.

શાદાબને મેડિકલ માટે લઈ જતી NCBની ટીમ

શાદાબને મેડિકલ માટે લઈ જતી NCBની ટીમ

7 ફેબ્રુઆરીએ ચિંકૂ પઠાણની કરી હતી ધરપકડ
એક દિવસ પહેલાં એનસીબીના ડ્રેગ પેડલર્સ વિરુદ્ધ મુંબઈની અંધેરી અને ડોંગરી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ પહેલાં ગઈ 7 ફેબ્રુઆરીએ અંધેરી અને ડોંગરી વિસ્તારમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દરોડા પાડ્યા હતા. તેમાં ભાગેડુ માફિયા દાઉદ ઈબ્રાહિમના ખાસ માણસ પરવેઝ ખાન ઉર્ફે ચિંકૂ પઠાણની ધરપકડ કરવામાં સફળતા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here