મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે રાજ્ય સરકાર મહિલાઓને મોટુ સુરક્ષા કવચ પ્રદાન કરવાની દિશામાં એક દિશા બિલ વિધાનસભાના આગલા સત્રમાં પસાર કરવા જઈ રહી છે. એક સત્તાવાર નિવેદનમાં દેશમુખના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ સંબંધમાં મુસદ્દાને અંતિમ રુપ આપવામાં આવ્યું છે. જેમાં સીએમ ઉદ્ધવ ઠાકરે તેમાં વિશેષજ્ઞોની મંતવ્યોને સમાવશે.

  • મહારાષ્ટ્રમાં મહિલા સુરક્ષા માટે ‘દિશા બિલ’ કર્યું તૈયાર
  • આગામી સત્રમાં મહારાષ્ટ્ર સરકાર પાસ કરાવશે બિલ 
  • બિલને અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છેઃ અનિલ દેશમુખ
  • સરકાર મહિલાઓ મામલે નિષ્ણાતોના મંતવ્યોને બિલમાં સમાવશે

મહારાષ્ટ્રમાં મહિલા સુરક્ષા માટે ‘દિશા બિલ’ તૈયાર કરવામાં આવ્યું છે.  આગામી સત્રમાં મહારાષ્ટ્ર સરકાર બિલ પાસ કરાવશે. આ બિલથી રાજ્ય સરકાર મહિલાઓને મોટું સુરક્ષા કવચ આપશે. સરકાર મહિલાઓ મામલે નિષ્ણાતોના મંતવ્યોને બિલમાં સમાવશે

દેશમુખે આ ટિપ્પણી મંગળવારે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં મહિલા નેતાઓ સાથે બેઠક દરમિયાન કરી હતી.  આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી સતેજ પાટિલ અને શંભુરાજ દેસાઈ, રાકાંપા સાંસજ સુપ્રિયા સુલે, શિવસેના ધારાસભ્ય મનીષા ક્યાંદે અને અન્ય લોકો સામિલ હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું કે રાજ્ય વિધાન પરિષદની ઉપસભાપતિ નીલમ ગોરહેએ ડિજિટલ મંચના માધ્યમથી બેઠકમાં ભાગ લીધો હતો.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here