મુંબઈની ધારાવી મોડલના વર્લ્ડ બેંકે પણ વખાણ કર્યા. મુંબઈની ધારાવી કોરોનાની ઝપેટમાં આવી હતી. મુંબઈના સૌથી વધારે કેસ પણ અહીં નોંધાય હતા. ત્યારે ધારાવી કોરોના સામેની જંગ લડી અને ખૂબ સુંદર પ્રદર્શન કર્યુ છે આ લડાઈમાં. ધારાવી મોર્ડલે વિશ્વને કોરોના સામે લડવાનો માર્ગ બતાવ્યો છે. ડબ્લ્યૂએચઓ બાદ વર્લ્ડ બેંકે આ કામગીરીના વખાણ કર્યા છે.

  • મુંબઈની ધારાવી મોડલના વર્લ્ડ બેંકે પણ કર્યા વખાણ
  • ધારાવી મોડલે વિશ્વને દેખાડ્યો કોરોના સામે લડવાનો માર્ગ
  • ધારાવીમાં કોરોના સંક્રમણ ફેલાતા રોકવા માટે ઉઠાવ્યા હતા પગલા

મુંબઈની ધારાવી વિશ્વની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે. અહીં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાયા હતા. જોકે ધારાવી મોડલે વિશ્વને કોરોના સામે લડવાનો માર્ગ દેખાડ્યો છે. WHO બાદ વર્લ્ડ બેંકે પણ આ કામગીરી વખાણી છે.  ધારાવીમાં કોરોના સંક્રમણ ફેલાતા રોકવા માટે પગલા ઉઠાવ્યા હતા. 

વિશ્વ બેંકે  ‘ગરીબ તથા સાઝા સમૃદ્ધી’ નામની પોતાની એક રિપોર્ટમાં કહ્યુ કે મુંબઈમાં અધિકારીઓએ ધારાવીમાં તાવ અને ઓક્સિજન સ્તરની ઉણપના દર્દીઓની તપાસને લઈને રણનીતિ બનાવી પ્રયત્ન કર્યા છે. લોકોને તપાસ અભિયાનામાં શામેલ કર્યા. એટલુ જ નહીં પ્રાઈવેટ હોસ્પિટલના કર્મચારીઓને પણ તૈનાત કર્યા જેનાતી કોરોનાને ફેલાતો રોકી શકાય.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે. એક દિવસમાં 78 હજાર 809 કેસ નોંધાયા છે. કોરોનાથી રિકવર દર્દીઓની સંખ્યા વધી છે. કોરોનાથી એક દિવસમાં 83 હજાર 209 લોકો સ્વસ્થ થયા છે. કોરોનાથી ભારતમાં એક દિવસમાં 963 મૃત્યું થયા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 58 લાખ 24 હજાર 462 છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 68 લાખ 32 હજાર 988 છે. દેશમાં કોરોનાના એક્ટીવ કેસ 9 લાખ 1 હજાર 924 છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here