• ZOOM મીટીંગ પર જોડાવવા માટે ID 4910911736 અને પાસવર્ડ 12345 છે

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ગંભીર સ્થિતિમાં પહોંચી ગયું છે. હવે બાળકો પણ કોરોનાથી સંક્રમિત થવા માંડ્યાં છે. ત્યારે આ પરિસ્થિતિમાં શું કરવું અને કેવી રીતે બાળકોને કોરોનાના ચેપથી બચાવવા તે માટે કર્ણાવતી ક્લબની વી- વુમન એમ્પાવરમેન્ટ કમિટી તથા GCCIની યુથ વિંગ તરફથી આવતીકાલે રવિવાર 18 એપ્રિલે એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળરોગ નિષ્ણાંત ડો. અંકિત મેહતા અને ડો.હર્ષ મોડ બાળકોના પેરન્ટ્સને આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ અને કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ તેની જાણકારી આપશે.

આ વેબિનાર રવિવારે સવારે 11 વાગ્યે ZOOM મિટિંગ પર યોજાશે. આ વેબિનારમાં જોડાવા માટે ZOOM મીટિંગનો ID 4910911736 અને પાસવર્ડ 12345 છે. વી કમિટીના ચેરપર્સન હિતા પટેલ, કો.ચેરપર્સન ડો. રિધમ પટેલ, મેમ્બર ડો. પ્રાચી દેસાઈ તેમજ GCCIના પ્રેસિડેન્ટ નટુભાઈ પટેલ, GCCI યુથ વિંગના ચેરપર્સન પાર્થ દેસાઈ દ્વારા આ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

કોરોનાની બીજી લહેર બાળકો માટે ઘાતક
કોરોનાની બીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત થઈ રહી છે. હવે એક બાદ એક બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. પ્રેગ્નન્ટ મહિલા જો કોરોનાગ્રસ્ત હોય તો તેના ગર્ભમાં રહેલા બાળકને પણ કોરોનાનો ચેપ લાગી શકે તેવી શક્યતાઓ તબીબોએ વ્યક્ત કરી છે. એશિયાની સૌથી મોટી અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં હાલ 12 બાળકો કોરોનાની સારવાર લઈ રહ્યા છે. આ 12 બાળકોમાં 2 નવજાત શિશુનો પણ સમાવેશ થાય છે. 2 બાળકો હાલ ઓક્સિજન હેઠળ સારવાર લઈ રહ્યા છે. બાળકોમાં જલ્દી કોરોનાનો ચેપ લાગતા હવે તબીબો અને માતા પિતાની પણ ચિંતા વધી છે.

વડોદરા અને અન્ય જિલ્લાઓના કુલ 10 કોરોના ગ્રસ્ત બાળકો સારવાર માટે દાખલ થયા હતા

વડોદરા અને અન્ય જિલ્લાઓના કુલ 10 કોરોના ગ્રસ્ત બાળકો સારવાર માટે દાખલ થયા હતા

બાળકોમાં કોરોનાનાં લક્ષણો કેવા હોય
બાળકોમાં કોરોનાનાં લક્ષણોની વાત કરીએ તો ખૂબ તાવ આવવો, વોમિટ, ઝાડા થવા, બાળક રડવા લાગે તેમજ નબળાઈ થવી, ઘર પરિવારના સભ્યોમાંથી જ બાળકોમાં કોરોના ફેલાય છે. લોકો બહારથી ઘરમાં આવે ત્યારે બાળકોને ટચ કરે અને તેમની સાથે રહે છે જેથી બાળકો પણ સંક્રમિત થઈ શકે છે. મોટા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ સારી હોવાથી તેઓ ઝડપથી સાજા પણ થઇ જાય છે. બાળકોમાં કોરોનાનું પ્રમાણ વધવાનું કારણ પરિવારના લોકો પણ ટેસ્ટ કરાવે છે જેથી તેઓ પણ કોરોનાગ્રસ્ત થાય જ છે.

શરદી-ઉધરસના લક્ષણો હોય તો માતા-પિતાએ ચેતી જવું
રાજકોટના બાળરોગ નિષ્ણાંત અને ઓપીડીમાં કોરોનાગ્રસ્ત બાળકોની સારવાર કરતા ડો.મેહુલ મિત્રાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવા ટ્રેન્ડમાં બાળકોને ઝાડા થવા તે મુખ્ય કોરોનાનું લક્ષણ બની ગયું છે. ઝાડા સાથે તાવ આવવો અને શરદી-ઉધરસના લક્ષણો હોય તો માતા-પિતાએ ચેતી જવું જોઇએ. જોકે બાળકોમાં 80 ટકા ઉપર રિકવરી રેટ છે. રોગપ્રતિકારક શક્તિ સારી હોવાથી તેઓ ઝડપથી સાજા પણ થઇ જાય છે. બાળકોમાં થાયમસ ગ્રંથિ હોવાથી તેનો રિકવરી રેટ ફાસ્ટ છે. 0થી 10 વર્ષના બાળકોએ અલગ અલગ રસીઓ મૂકાવેલી હોય છે જેને લઇ તેમાં રોગપ્રતિકારક શક્તિ વધેલી હોય છે. જેને લઇ થાયમસ ગ્રંથિ રિકવરી થવામાં મદદરૂપ બને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here