• કોવિડ હોસ્‍પિટલમાં ઓક્સિજનની ખૂટતી સુવિઘા અંગે કોંગી ધારાસભ્‍યએ આરોગ્‍ય મંત્રીને પત્ર લખ્યો

વેરાવળમાં કાર્યરત જીલ્‍લાકક્ષાની કોવિડ હોસ્‍પિટલમાં ઓક્સિજનની અછત વચ્‍ચે આજે સવારે એક સાથે સાત દર્દીઓન ઓક્સિજના અભાવે મૃત્‍યુ પામ્‍યા હોવાનો સોમનાથના કોંગી ધારાસભ્‍ય વિમલ ચુડાસમાએ દાવા સાથે અક્ષેપ કર્યો છે.

તેમજ કોવિડ હોસ્‍પિટલમાં ઓક્સિજનની ઘટની સમસ્‍યા દુર કરવા અને ખૂટતી સુવિઘાઓ સત્‍વરે પુરી પાડવા પત્ર લખી માંગણી કરી છે. સોમનાથના કોંગી ધારાસભ્‍ય વિમલ ચુડાસમાએ આરોગ્‍ય મંત્રી નિતીન પટેલને લખેલ પત્રમાં જણાવેલું કે, ગીર સોમનાથ જીલ્લામાં હાલ કોરોનાના કેસોની સંખ્યામાં સતત બમણો વધારો થઈ રહ્યો છે.

એવા સમયે જીલ્‍લામથક વેરાવળમાં કાર્યરત સિવિલની કોવિડ હોસ્પિટલમાં અપુરતી સુવિધાઓના કારણે કોરોનાના દર્દીઓને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દરમ્‍યાન આજે વ્‍હેલી સવારે અપુરતા પ્રમાણમાં ઓક્સિજન હોવાથી એક સાથે 7 દર્દીઓના મૃત્યુ થયેલ છે.

હોસ્પિટલમાં 100 બેડની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં 70 દર્દીઓને જ એડમીટ કરી શકાય તેવી સ્થિતી છે. અને વેન્ટીલેટર પણ માત્ર 22 છે. જયારે રેમડેસિવિર ઈન્જેકશનની માત્રા ઓછા પ્રમાણમાં છે. વેરાવળ સિવિલ હોસ્પિટલમાં અપુરતી સુવિધા અંગે ઘ્‍યાન દોરી જણાવેલ કે, બેડની સંખ્‍યા 100 થી વઘારીને 200 કરવા, 22 વેન્‍ટીલેટરના સંખ્‍યા વઘારી 50 કરવા, પુરતી ઓક્સિજનની સુવિઘા રાખવા અને સીટી સ્કેન મશીનની સુવિધા પુરી પાડવા બાબતે તાજેતરના વિધાનસભાના સત્ર દરમ્‍યાન રજૂઆત કરી હતી. તેમ છતાં સરકારે કોઇ ઘ્‍યાન આપ્યું નથી.

કોરોનાની બીજી લહેરમાં જીલ્‍લાકક્ષાની એકમાત્ર સરકારી વેરાવળ કોવિડ હોસ્‍પિટલમાં પ્રથમથી જ પુરતી સુવિઘાનો અભાવ જોવા મળયો છે. ઓક્સિજનની ઘટના પગલે હોસ્‍પિટલમાં રાત-દિવસ દર્દીઓ માટે મહેનત કરતા તબીબી સ્‍ટાફ માટે પણ મુશ્‍કેલીનો સમય સર્જાઇ છે. ગઇકાલે ઘારાસભ્‍યની હોસ્‍પિટલ મુલાકાત સમયે જ અઘિક્ષક ડો.પરમારએ 16 દિવસમાં 39 મૃત્‍યુનો આંકડો જણાવી ઓક્સિજનની ઘટ અંગે માહિતી આપી હતી. દરમ્‍યાન આજે સવારે ફરી વઘુ 7 થી વઘુ દર્દીઓ ઓક્સિજનના અભાવે મૃત્‍યુ પામતા અરેરાટી વ્‍યાપી છે. આ બાબતે હવે સરકાર કયારે જાગશે તેવો સવાલ દર્દીઓના પરીવારજનો ઉઠાવી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here