કમૂર્હતા પછી દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ થયો છે.

  • જાણકારોનું કહેવું છે કે શરૂઆતના સમયમાં વેક્સિનના વધુ ડોઝની બરબાદીનું કારણ એ હતું કે વેક્સિન લગાડવા માટે લોકો ઓછી સંખ્યામાં આવતા હતા.
  • વેક્સિનના એક વાયલમાં 10થી 12 ડોઝ હોય છે. વાયલ ખોલ્યાં બાદ જો એક નિશ્ચિત સમયની અંદર તેનો ઉપયોગ ન થાય તો તે બેકાર થઈ જાય છે.

દેશમાં એક તરફ કોરોનાના વધતા જતા કેસને લીધે લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ વેક્સિનની અછતને પગલે વેક્સિનેશન ડ્રાઈવ ધીમી પડી છે. સરકારે ઉત્પાદન વધારવા પર જોર આપ્યું છે. આ વચ્ચે એક RTIથી એવી જાણકારી સામે આવી છે કે દેશમાં અત્યાર સુધીમાં 44 લાખથી વધુ વેક્સિનના ડોઝ બરબાદ થઈ ગયા છે.

સુચના અધિકારી RTI અંતર્ગત મળેલી જાણકારી મુજબ આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થયેલા વેક્સિનેશનના અભિયાનમાં અત્યાર સુધીમાં 44 લાખથી વધુ ડોઝ બરબાદ થઈ ગયા છે. સૌથી પહેલાં 12.10% ડોઝનું નુકસાન તમિલનાડુમાં થયું છે. જે બાદ હરિયાણામાં 9.74%, પંજાબમાં 8.12%, મણિપુરમાં 7.8% અને તેલંગાણામાં 7.55% ડોઝ બરબાદ થયા છે.

નુકસાન થયું તેનું આ છે કારણ
જાણકારોનું કહેવું છે કે શરૂઆતના સમયમાં વેક્સિનના વધુ ડોઝની બરબાદીનું કારણ એ હતું કે વેક્સિન લગાડવા માટે લોકો ઓછી સંખ્યામાં આવતા હતા. વેક્સિનના એક વાયલમાં 10થી 12 ડોઝ હોય છે. વાયલ ખોલ્યાં બાદ જો એક નિશ્ચિત સમય (લગભગ અડધો કલાક)ની અંદર તેનો ઉપયોગ કરવામાં ન આવે તો તે બેકાર થઈ જાય છે.

આ રાજ્યોમાં વેક્સિનની ઓછી બરબાદી
મળતી માહિતી મુજબ આંદામાન નિકોબાર, દમણ અને દીવ, ગોવા, હિમાચલ પ્રદેશ, કેરળ, લક્ષદ્વીપ, મિઝોરમ અને પશ્ચિમ બંગાળમાં સૌથી ઓછી બરબાદી થઈ છે.

દેશમાં કોરોનાના કેસ વધતાં સરકારે 1 મેથી 18 વર્ષની ઉપરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. જે માટે મોટા પાયે વેક્સિનની જરૂરિયાત પડશે. દેશમાં જે બે કંપનીઓ વેક્સિન બનાવી રહી છે તેમના દ્વારા આ માગની આપૂર્તિ સંભવ નથી. તેથી સરકારે વિદેશી વેક્સિનને લગાડવાની મંજૂરી પણ આપી દિધી છે.

વેક્સિનેશન પર સરકારનું જોર
નાણા મંત્રાલયના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકારે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ને 3000 કરોડ રૂપિયા અને ભારત બાયોટેકને 1,500 કરોડ રૂપિયા આપવાની વાત કરી છે.

જણાવી દઈએ કે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકે ભારતમાં કોરોના વેક્સિન બનાવનારી કંપની છે. ભારત બાયોટેક કોવેક્સિન બનાવે છે જ્યારે SII કોવિશિલ્ડ બનાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here