કોંગ્રેસનું કહેવું છે કે કેન્દ્રએ વેક્સિનેશનની નવી પોલિસીમાં અપ્રવાસી મજૂરોનું ધ્યાન રાખ્યું નથી.

  • કોંગ્રેસે PM કેયર્સ ફન્ડમાં આવેલા હજારો કરોડ રૂપિયાના ઉપયોગ પર પણ સવાલ ઉઠાવ્યા

કોંગ્રેસે કેન્દ્ર સરકારની નવી વેક્સિન પોલીસી પર સવાલ ઉઠાવ્યા છે. પાર્ટીએ પુછયું કે નવી પોલીસીમાં 45 વર્ષથી ઓછી ઉંમરના ગરીબ વર્ગ માટે ફ્રી વેક્સિનની વ્યવસ્થા શા માટે કરવામાં આવી નથી? બીજા રાજ્યોમાં રહીને મહેનત કરી રહેલા અપ્રવાસી મજૂરોને ફ્રી વેક્સિનમાં સામેલ શા માટે કરવામાં આવ્યા નથી? કોંગ્રેસે પીએમ કેયર્સ ફન્ડ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે ફંડમાં આવેલા હજારો કરોડો રૂપિયા ક્યાં ગયા, તેનો જવાબ લોકોને આપવો જોઈએ.

કોંગ્રેસ નેતાઓએ મંગળવારે પાર્ટીના ઈન્ટરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીની સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી. તે પછી વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ, જયરામ રમેશ અને અજય માકને પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકારને આ સવાલો પુછ્યા. આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ચિદમ્બરમે કહ્યું કે મનમોહન સિંહે પત્ર લખ્યા પછી સરકારે પોતાની વેક્સિન પોલીસી બદલવી પડી. સરકારના આ નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. જોકે તેમાં ઘણી ખામીઓ છે. તેને સતત અમે બહાર લાવીશું. તેમણે જણાવ્યું કે કોરોના પોઝિટિવ આવ્યા પછી મનમોહન સિંહ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની તબિયતમાં સુધારો છે.

ફાર્મા કંપનીઓને વેક્સિન બનાવવાનું કમ્પલસરી લાઈસન્સ આપવામાં આવે
ચિદમ્બરમે કહ્યું કે કેન્દ્ર સરકારે હાલ ખાનગી હોસ્પિટલો માટે એક રસીની કિંમત 250 રૂપિયા રાખી છે. તેને જ આગળ ચાલુ રાખવી જોઈએ. વેક્સિનની કિંમતને બજારના હવાલે ન કરવી જોઈએ. નવી ફાર્મા કંપનીઓને લાઈસન્સ ઈસ્યુ કરવું જોઈએ. તેનાથી વેક્સિનના નિર્માણમાં ઝડપ આવશે. ભારતમાં હાલ જેટલી વેક્સિન નિર્માતા કંપનીઓ છે, તે વસ્તીના હિસાબથી ઓછી છે.

તેમણે ફાર્મા કંપનીઓને વેક્સિન બનાવવાનું કમ્પલસરી લાઈસન્સ આપવાની માંગ કરી છે. મનમોહન સિંહે પણ પોતાના લેટરમાં લખ્યું છે કે 9 માર્ચ 2012એ કેન્સરની દવાઓ માટે અમારી સરકારે કમ્પલસરી લાઈસન્સિંગની પોલીસી લાગુ કરી હતી. ઈઝરાયલે પણ તેને લાગુ કરી છે. યુવાઓ માટે ખાસ કરીને 45 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે ખૂબ જ ખરાબ સ્થિતિ આગળ સર્જાશે. 1 મેથી જ્યારે તેમના માટે વેક્સિનેશન શરૂ થશે તો અમે એલર્ટ કરવા માંગી છીએ કે અરાજકતા જેવી સ્થિતિનું નિર્માણ થશે. જ્યારે ઓછી ઉંમરના યુવાઓ ઈચ્છશે કે તેમને રસી મળે અને પ્રાઈવેટ હોસ્પિટલો મનસ્વી રીતે કિંમત વસુલ કરશે.

કોંગ્રેસના 5 સવાલ…
1. વેક્સિનેશનની જવાબદારી રાજ્યો પર શાં માટે થોપવામાં આવી છે. શું કેન્દ્ર સરકાર તેની જવાબદારીમાંથી બચવા માંગે છે. ફ્રન્ટલાઈન વર્કર, હેલ્થ વર્કર અને 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને તો સગવડતા આપવામાં આવી છે. જોકે એવા લોકોનું શું થશે, જેઓ આ સીમામાં આવતા નથી પરંતુ સમાજના ગરીબ વર્ગમાંથી આવે છે. આપણા દેશની મોટાભાગની વસ્તીની સરેરાશ ઉંમર 28 વર્ષની આસપાસ છે, આ કારણે પોલીસીમાં બીજા પણ ફેરફાર કરવા જોઈએ. સરકારે નવી પોલીસીમાં એ અપ્રવાસી મજૂરોનું ધ્યાન રાખ્યું નથી, જે બીજા રાજ્યોમાં મહેનત કરીને દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપી રહ્યાં છે.

2. વેક્સિન કંપનીઓ રાજ્યોને જે વેક્સિન આપશે, તેની કિંમત નક્કી કરવામાં આવી નથી. રાજ્યોને એ કિંમતે જ વેક્સિન આપવી જોઈએ, જે કિંમતે કેન્દ્ર સરકારને મળી છે. કિંમત નક્કી ન કરીને કેન્દ્ર સરકાર વેક્સિન કંપનીઓને નફો કમાવવાનો રસ્તો દેખાડી રહી છે. આ પોલીસથી એ રાજ્યો ખરાબ રીતે પ્રભાવિત થશે, જ્યાં સંસાધનોની અછત છે. પહેલેથી જ ઓછા GST કલેક્શન, ઓછું ટેક્સ કલેક્શન અને દેવુ વધવાને કારણે રાજ્ય સરકારો હેરાન છે.

3. કેન્દ્ર સરકારે એ વાત સ્વીકાર કરવી જોઈએ કે વેક્સિન ઉત્પાદન સિવાય બીજી પણ સમસ્યાઓ છે. વેક્સિનેશન માટે પૈસા ખર્ચ કરવા, સ્ટોરેજ અને પછી તેને રાજ્યો સુધી પહોંચાડવા માટે કોર્ડિનેશન કરવું તે પણ હેરાનગતિનો હિસ્સો છે. મનમોહન સિંહે પોતાના પત્રમાં લખ્યું હતું કે વેક્સિન પોલીસી બદલવાથી વધુ ફરક પડશે નહિ. તેના માટે આપણે વેક્સિન બનાવનારી કંપનીઓને ફન્ડ ઉપલબ્ધ કરાવવું પડશે.

4. નવી વેક્સિન પોલીસીમાં એ વાતનો ઉલ્લેખ નથી કે જો કોઈ કંપની અપ્રુવ કરવામાં આવેલી સ્વદેશી વેક્સિનનું પ્રોડક્શન કરીને તેને સપ્લાઈ કરવા માંગે છે તો તેને લાઈસન્સ આપવામાં આવશે કે નહી?

5. નવી પોલીસીમાં કહેવામાં આવ્યું છે કે બીજા દેશોમાં એપ્રુવ વેક્સિનની આયાત કરવામાં આવશે, જોકે એ જણાવવામાં આવ્યું નથી કે કઈ વિદેશી કંપની વેક્સિન નિકાસ કરવાની તૈયારીમાં છે. કેટલી સંખ્યામાં અને ક્યારે વેક્સિનનો સપ્લાઈ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here