મૃતક મનીષ (35) તેજાજી મંદિર સકતપુરા વિસ્તારનો રહેવાસી હતો. બે મહિના પહેલાં તે ગુમાનપુરા વિસ્તારમાં હાર્ડવેરની દુકાનમાં કામ કરતો હતો. હાલમાં તે બેરોજગાર હતો.

  • યુવકે ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા

રાજસ્થાનના કોટા શહેરના કુન્હાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મોડી રાત્રે એક દુઃખદ બનાવ બન્યો હતો. એક યુવકે ઘરમાં પંખા પર લટકીને ગળેફાંસો ખાધો હતો. ગળેફાંસો લગાવતાં પહેલાં યુવકે સોશિયલ મીડિયા પર લાઇવ કર્યું હતું. મૃત્યુ પહેલાં યુવકે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે ‘ઠીક છે મિત્રો, અલવિદા, ચાલો જાઉં છું હું!’ જે આટલું કહીને યુવકે ગળેફાંસો લગાવીને પંખા પર લટકી ગયો હતો. સોશિયલ મીડિયા પર જેણે પણ આ તસવીર જોઇ છે તેના હોશ ઊડી ગયા.

મૃતક મનીષ (35) તેજાજી મંદિર સાકતપુરા વિસ્તારનો રહેવાસી હતો.

મૃતક મનીષ (35) તેજાજી મંદિર સાકતપુરા વિસ્તારનો રહેવાસી હતો.

આત્મહત્યા કરવા પાછળનાં કારણનો ખુલાસો નહીં
મૃતક મનીષ (35) તેજાજી મંદિર સકતપુરા વિસ્તારનો રહેવાસી હતો. બે મહિના પહેલાં તે ગુમાનપુરા વિસ્તારમાં હાર્ડવેરની દુકાનમાં કામ કરતો હતો. હાલમાં તે બેરોજગાર હતો. લગભગ 3 વર્ષ પહેલાં તેના લગ્ન નયા ગામે થયા હતા. લગ્નના એક વર્ષ પછી પત્ની તેને છોડીને પિયર ચાલી ગઈ હતી. મનીષ તેના માતા-પિતા અને નાના ભાઈ સાથે રહેતો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એમબીએસની મોર્ચરીમાં મોકલ્યો હતો. હાલમાં ગળેફાંસો લગાવવા પાછળનું કારણ બહાર આવ્યું નથી, કુન્હાડી પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

હાલમાં આત્મહત્યા કરવા પાછળનું કારણ બહાર આવ્યું નથી, કુન્હાડી પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

હાલમાં આત્મહત્યા કરવા પાછળનું કારણ બહાર આવ્યું નથી, કુન્હાડી પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

જ્યારે નાના ભાઈ લાઇવ જોયું, ત્યારે તેના હોશ ઊડી ગયા
મૃતકના નાના ભાઈ હર્ષે જણાવ્યું હતું કે આ ઘટના રાત્રે 10 વાગ્યે બની હતી. મનીષ રૂમમાં એકલો હતો. દરવાજો બંધ હતો. જ્યારે તેણે ફાંસો ખાધો ત્યારે એ સમયે તેઓ બાથરૂમમાં હતા. મોબાઇલ પર સોશિયલ મીડિયા પર જોયું તો મનીષ ગળેફાંસો ખાઈને લટકતો જોવા મળ્યો હતો. તે તાત્કાલિક રૂમમાં નીચે દોડી આવ્યો અને તેને MBS હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં ફરજ પરના તબીબે તપાસ કરી તેને મૃત જાહેર કર્યો હતો.

આખો દિવસ ઘરે જ હતો
હર્ષે જણાવ્યું હતું કે મનીષ થોડા મહિનાઓથી દારૂ અને ગાંજાનું સેવન કરતો હતો. રોજ દારૂના નશામાં ઘરે શાક અને ખાવા બાબતે માથાકૂટ કરવામાં આવતી હતી. તે સોમવારે આખો દિવસ ઘરે રહ્યો હતો. સાંજે 5 વાગ્યે ઘરેથી બહાર નીકળ્યો હતો. તે પાછો ફર્યો ત્યારે તે નશામાં હતો. સોમવારે તેણે ઘરમાં કોઈની સાથે માથાકૂટ કરી ન હતી, ન તો ઝઘડો કર્યો હતો. તે તેના રૂમમાં ગયો. તેણે રૂમને અંદરથી કડી લગાવી ન હતી. ફક્ત દરવાજો જ બંધ કર્યો હતો. તેણે ક્યારેય તણાવમાં રહેવાની વાત કરી ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here