રિલાયન્સને પોતાનો રિટેલ બિઝનેસ વેચનારા કિશોર બિયાનીના ફ્યૂચર ગ્રુપને અમેરિકાની કંપની અમેઝોને લીગલ નોટીસ મોકલી છે. અમેઝોન દ્વારા જણાવામાં આવ્યું છે કે અમે ફ્યૂજર ગ્રુપના પ્રમોટરને લીગલ નોટિસ મોકલી છે.

ફ્યૂચર ગ્રુપના મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથેની ડીલ સાઇન કરી ગત વર્ષના કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કર્યું છે. ગત વર્ષે અમેરિકી કંપની અમેઝોનના ફ્યૂચર કૂપંસ લિમિટેડમાં 49 ટકા ભાગીદારી ખરીદી હતી, જેના ફ્યૂચર રિટેલમાં 7.3 ટકા શેર છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ અમેઝનના ફ્યૂચર ગ્રુપ સાથે રાઇટ ઓફ ફર્સ્ટ રિફ્યુજલ અને નોન-કંપીટ પેક્ટ હેઠળ ફ્યૂચર કૂપંસ લિમિટેડમાં રોકાણ કર્યું હતું. ET Now અનુસાર અમેરિકાની ઇ-કોમર્સ કંપની અમેઝોન દ્વારા કોન્ટ્રાક્ટ અરેંજમેંટનો હવાલો આપતા કહ્યું કે ફ્યૂચર ગ્રુપની રેસ્ટ્રેકિટ્ડ લિસ્ટની કંપની કોઇપણ ડીલમાં ભાગ ન લઇ શકે. 

ખરેખર તો વધતા ઋણ તેમજ દેવાળિયા પ્રક્રિયાથી બચવા માટે કિશોર બિયાનીએ ઓગસ્ટમાં પોતાના રિટલ બિઝનેસને મુકેશ અંબાણીના રિલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડને વેંચી દીધું હતું. મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ વેચર્ય લિમિટેડે કિશોર બિયાનીના ફ્યૂચર રિટેલ બિઝનેસનું 24,713 કરોડ રૂપિયામાં ટેકઓવર કર્યું હતું. 

અમેઝોનના પ્રવક્તાએ ફ્યૂચર ગ્રુપને લીગલ નોટીસ મોકલી હોવાની પુષ્ટી કરતાં કહ્યું કે કંપનીએ આ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ફ્યૂચર રિટેલની સાથે ડીલ પછી રિલાયન્સ રિટેલની ફ્યૂચર ગ્રુપ સ્ટોર્સ સુધી પહોંચી ગઇ છે, જેમાં બિગ બજાર જેવી જાણી બ્રાંડ પણ સામેલ છે. 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here