સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ 13ના એક મુકાબલામાં કિંગ્સ ઈલેવન સામે 6 વિકેટ પર 201 રનોનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. ઈનિંગ કેપ્ટન ડેવિડ વોર્નર અને તેના પાર્ટનર જોની બેયરસ્ટોની આસપાસ જ ફરતી રહી. ખાસ કરીને ઈંગ્લિશ ક્રિકેટર બેયરસ્ટોની આસપાસ. તેણે ફક્ત 55 બોલમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારીને તોફાની 97 રન બનાવી દીધા હતા. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો. જો કે, તે થોડો અનલકી રહ્યો અને રવિ બિસ્નોઈના બોલ પર LBW થઈ ગયો.

જોની બેયરસ્ટો (97) અને ડેવિડ વોર્નર (52)ની ઓપનિંગ જોડીએ હૈદરાબાદને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. અત્યાર સુધી આ બંને વિસ્ફોટક બેટ્સમેન શાંત હતા. રવિ બિશ્નોઈએ 16મી ઓરમાં બંનેને આઉટ કરીને હૈદરાબાદને રોકવાની કોશિશ કરી, જો કે, ટીમ 200નો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. શરૂઆતથી જ આક્રમક રહેલી વોર્નર-બેયરસ્ટોની જોડીએ 10 ઓવરમાં 100 રન માર્યા હતા. બેયરસ્ટો વધારે આક્રમક જોવા મળ્યો હતો. તેણે 10મી ઓવરના ત્રીજા બોલ પર બે રન લઈને પોતાની હાફ સેન્ચુરી પૂરી કરી હતી. અને આ ઓવરના અંતિમ બોલ પર આ જોડીએ 100 રન પૂરા કર્યા. જે બંને વચ્ચેની પાંચમી સેન્ચુરી પાર્ટનરશિપ હતી.

વોર્નરે 14મી ઓવરના બીજા બોલ પર પોતાની હાફ સેન્ચુરી પૂરી કરી હતી. પંજાબના કેપ્ટન લોકેશ રાહુલ વિકેટની શોધમાં હતો અને તેણે સ્પિનર બિશ્નોઈને ઓવર આપી. પહેલી ઓવરમાં બિશ્નોઈ ખુબ જ મોંઘો સાબિત થયો પણ 16મી ઓવર પર તેણે પહેલાં જ બોલ પર વોર્નરની વિકેટ લીધી. આ સમયે હૈદરાબાદનો સ્કોર 160 રન હતો. વોર્નરે 40 બોલની પારીમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સ લગાવી હતી. વોર્નરના ગયા બાદ બેયરસ્ટો પોતાની સદી તરફ વધી રહ્યો હતો. પણ આ જ ઓવરમાં બિશ્નોઈએ બેયરસ્ટોને આઉટ કરીને તેને 3 રનોથી સદીથી વંચિત રાખ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here