• આપણી ત્વચા કોરોના વાયરસની સૌથી મોટી વાહક બની શકે છે.
  • ફોરેન્સિક ઓટોપ્સીના માધ્યમથી માણસની ત્વચાના નમૂના લેવામાં આવ્યા.
  •  ત્વચા પર ફ્લૂનો વાયરસ બે કલાકની આસપાસ જીવિત રહે છે, તો કોરોના વાયરસ 9 કલાક જીવિત રહી શકે છે

કોરોના મહામારીના સંક્રમણથી ન માત્ર ભારત મુક્ત થઈ શક્યુ છે, પણ દુનિયા પણ હજી કોરોનાની ગુલામ છે. લાખ પ્રયાસો છતા તેના સંક્રમણના નિયંત્રણની કોઈ ખાસ ટ્રીટમેન્ટ હજી આવી નથી. તો બીજી તરફ આ વાયરસ (corona virus) ની પ્રકૃતિથી લઈને પ્રભાવ અને સારવારના ઉપાય પર પણ દુનિયાભરમાં રિસર્ચ ચાલી રહ્યાં છે. જેનાથી માલૂમ પડ્યુ છે કે, કપડા, લાકડું, ધાતુ વગેરે વિવિધ પ્રકારની વસ્તુ પર કોરોના વાયરસ કેટલો સમય રહી શકે છે.

જાપાનમાં થયુ રિસર્ચ
અનેક રિસર્ચ બાદ હવે એક નવી માહિતી સામે આવી છે કે, આ વાયરસ માણસની ત્વચા પર કેટલા સમય સુધી રહી શકે છે. હવે જાપાનના વૈજ્ઞાનિકોએ તેના પર રિસર્ચ કર્યું તો તેઓએ તેના પરિણામની સાથે હાથની સાફ-સફાઈને લઈને પણ સલાહ આપી છે. 

યુનિવર્સિટીએ કર્યું રિસર્ચ 
જાપાનની ક્યોટો પ્રીફેક્ચરલ યુનિવર્સિટી ઓફ મેડિસીને લેબોરેટરી રિસર્ચના માધ્યમથી ઈન્ફ્લુએન્ઝા અને કોરોના વાયરસના માનવ ત્વચા પર રહેવાનો તુલનાત્મક અભ્યાસ કર્યો. જેનાથી માલૂમ પડ્યું કે, આપણી ત્વચા કોરોના વાયરસની સૌથી મોટી વાહક બની શકે છે. વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચના પરિણામસ્વરૂપમાં પણ જણાવ્યું કે, આપણી ત્વચા ઈન્ફ્લુએન્ઝા-એની સરખામણીમાં કોરોના વાયરસ ચાર ગણા વધુ સમય સુધી જીવિત રહી શકે છે. 

9 કલાક જીવિત રહી શકે છે કોરોના વાયરસ
આ રિસર્ચના પરિણામ સુધી લઈ જવા માટે ફોરેન્સિક ઓટોપ્સીના માધ્યમથી માણસની ત્વચાના નમૂના લેવામાં આવ્યા છે. તેના બાદ ત્વચાની કોશિકાઓને કોરોના વાયરસ અને ઈન્ફ્લુએન્ઝા-એના નમૂનાની સાથે મિશ્રિત કરવામાં આવ્યા. રિસર્ચનુ પરિણામ જોતા માલૂમ પડ્યું કે, ત્વચા પર ફ્લૂનો વાયરસ બે કલાકની આસપાસ જીવિત રહે છે, તો કોરોના વાયરસ 9 કલાક જીવિત રહી શકે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here