અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે મ્યુનિ. વિપક્ષપદને લઇને કોંગ્રેસમાં કમઠાણ જામ્યુ છે. વિપક્ષ પદ બદલવાના મુદ્દે અમદાવાદ શહેરના ચાર ધારાસભ્યો આમને સામને આવ્યાં છે. એટલું જ નહીં, પણ આ આખોય મામલો એટલો પેચિદો બન્યો છે છેકે હાઇકમાન્ડ સુધી રજૂઆત થઇ છે. મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી વખતે જ કોંગ્રેસમાં વિવાદ વકરે તે માટે ભાજપ પણ ટાંપીને બેઠુ છે.

મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી વખતે જ કોંગ્રેસમાં વિવાદ વકરે તે માટે ભાજપ પણ ટાંપીને બેઠુ

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી હવે નજીકના દિવસોમાં યોજાનારી છે. સૂત્રોના મતે, 15-16 ઓક્ટોબરે મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીનુ જાહેરનામુ પ્રસિદ્ધ થઇ શકે છે.ચૂંટણીઓના સમયે વિપક્ષપદ એ મુદ્દો જ રહયો નથી તેમ છતાંય અમદાવાદ શહેરના બે ધારાસભ્યોનું કહેવુ છે કે, વિપક્ષના નેતાની ટર્મ પૂર્ણ થઇ રહી છે ત્યારે નવા વિપક્ષના નેતાની નિયુક્તિ થવી જોઇએ. ગણતરી દિવસો માટે પણ વિપક્ષના નેતા બદલો . જયારે બે ધારાસભ્યોનું કહેવુ છેકે, જો વિપક્ષના નેતા બદલાય તો ચૂંટણી સમયે મતદારોમાં ખોટો સંદેશો જાય અને કોંગ્રેસને નુકશાન થાય . કોંગ્રેસી ધારાસભ્યોની જીદને લીધે મામલો ગૂંચવાયો છે જેથી પ્રદેશ નેતાગીરી ય મૂંઝવણમાં મૂકાઇ છે.

કોંગ્રેસી ધારાસભ્યોની જીદને લીધે મામલો ગૂંચવાયો

આવતીકાલે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આ આખોય મામલો અત્યારે તો પ્રદેશ પ્રમુખ આમિત ચાવડાની કોર્ટમાં છે ત્યારે આ મુદ્દે ફરી એકવાર ઘમાસાણ સર્જાશે . હાઇકમાન્ડ સમક્ષ એવો આક્ષેપ કરાયો છે કે, અમદાવાદ શહેરમાં આમેય કોંગ્રેસની રાજકીય પક્કડ નથી પણ આ વખતે એન્ટીઇન્ક્મબન્સીનો કોંગ્રેસને લાભ મળી શકે છે.

આ સંજોગોમાં કોંગ્રેસની અંદરોઅંદરની રાજકીય ખેંચતાણ ભાજપ માટે લાભદાયી પુરવાર થઇ શકે છે જેના કારણે આ મામલે કેટલાંક કોર્પોરેટરો કેસરિયા કરે તો નવાઇ નહીં. ટૂંકમાં, બે ધારાસભ્યોએ એક જ જીદ કરી છે કે, વિપક્ષના નેતા બદલો, જયારે બે ધારાસભ્યો આ વાત માનવા રાજી નથી જેના લીધે આ આખોય મામલો ડેમેજ કંટ્રોલ કરવા પ્રદેશ નેતાગીરી મથામણ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here