વિશ્વ બેન્કના જણાવ્યા અનુસાર સબ સહારન આફ્રિકામાં પ્રવાસ પરના નિયંત્રણો હટાવવામાં આવી રહ્યા છે તે જોતાં આ દેશોમાં હાલ જે આર્થિક સંકોચન શરૂ થયું છે તે આવતા વર્ષે કોરોના મહામારીની અસર રહેવા છતાં ઉલટાઇ શકે છે. સબસહારન આફ્રિકાની ગ્રોસ જીડીપી આ વર્ષે 3.3 ટકા સંકોચાઇ છે. કોરોના મહામારી અને ઓઇલ થતા કોમોડિટીના ભાવો તુટવાને કારણે તેની સંયુકત અસર આ વિસ્તારમાં પડી છે. 2021માં જીડીપીમાં 2.1 ટકાનો અને 2022માં જીડીપીમાં 3.2 ટકાનો વધારો થઇ શકે છે તેમ વિશ્વ બેન્કે જણાવ્યું હતું.

ફ્રાન્સમાં ઇકોનોમિક રિકવરી થંભી, જાપાનમાં નાના વેપારીઓનો ધંધો જામ્યો
બીજી તરફ ફ્રાન્સમાં આર્થિક ઉત્પાદન પાંચ ટકાની નીચે સ્થગિત થઇ ગયું છે. બેન્ક ઓફ ફ્રાન્સે જણાવ્યું હતું કે લોકડાઉન બાદ દેશમાં શરૂ થયેલીઆર્થિક રિકવરી અટકી પડી છે. બેન્કના માસિક સર્વેમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ઉદ્યોગ, સેવાઓ અને બાંધકામ ક્ષેત્રમાં કામ કરતી 8500 કંપનીઓના કામકાજમાં મામૂલી સુધારો જણાયો છે.

ફ્રાન્સમાં આર્થિક ઉત્પાદન પાંચ ટકાની નીચે સ્થગિત થઇ ગયું
ઉલ્લેખનીય છે કે દરમ્યાન જાપાનમાં ગ્રાહકો સાથે સીધો પનારો પાડતાં સ્ટોર મેનેજરો, હજામો, ટેક્સી ડ્રાઇવરો અને અન્ય વ્યવસાયીઓના કામમાં સુધારો વરતાયો છે. કેબિનેટ ઓફિસના ઇકોનોમિક વોચર્સ સર્વેમાં જણાયું હતું કે એપ્રિલ 2018 બાદ જોવા મળેલો સર્વોચ્ચ સુધારો છે. કોરોના મહામારી વકરી ત્યારે એપ્રિલમાં આ કરન્ટ ઇન્ડેક્સ તળિયે પહોંચ્યો હતો તે સતત પાંચ મહિના વધ્યો છે.