ભરૂચ SOGએ 4.34 લાખ રૂપિયાનું મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ સાથે એક કેરિયરને ઝડપી પાડ્યો છે. ભરૂચ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ ઇન્સપેક્ટર અને ભરૂચ શહેર સી ડીવીઝન દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન ઝાડેશ્વર ચોકડી પરથી બાતમી મુજબનો એક ઇસમ આવતા તેનો કોર્ડન કરી પકડી લઇને તેની પાસેથી ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સ 43 ગ્રામ 40 મીલી ગ્રામ કિંમત રૂપિયા 4,34,000 ના જથ્થા સાથે તથા મોબાઇલ ફોન એક રૂપિયા 3000 મળીને કુલ રૂપિયા 4.37 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. આરોપી આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો. કોને આપવાનો હતો. તેમજ કેટલા સમયથી આ નશીલા પદાર્થની હેરફેરમાં સંકળાયેલો છે તે અંગે તેના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here