કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રામવિલાસ પાસવાનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અમિત શાહે કહ્યું કે તેમના નિધનથી ભારતીય રાજનીતિમાં એક શૂન્ય ઉત્પન્ન થઇ ગયું છે. ગૃહ મંત્રીએ આ સાથે કહ્યું કે બિહાર વિકાસના તેમના સપનાઓને પુરા કરવા માટે મોદી સરકાર કટિબદ્ધ રહેશે.

અમિત શાહે કહ્યું કે સદાય ગરીબ અને પછાત વર્ગના કલ્યાણ અને અદિકારો માટે સંઘર્ષ કરનારા સૌના પ્રિય રામવિલાસ પાસવાન જીના નિધન થી મન અત્યંત વ્યથિત થયું છે. રામવિલાસ પાસવાને પોતાના રાજકીય જીવનમાં હંમેશા રાષ્ટ્રહિત અને જનકલ્યાણને સર્વોપરિ રાખ્યું છે. તેમના સ્વર્ગવાસથી ભારતીય રાજકીયમાં એક શૂન્ય ઉત્પન્ન થઇ ગયું છે. 

અમિત શાહે કહ્યું કે પછી 1975ના કટોકટીના વિરુદ્ધ સંઘર્ષ કરવો હોય અથવા મોદી સરકારમાં કોરોના મહામારીમાં ગરીબ કલ્યાણના મંત્રને સાર્થક કરવું, રામવિલાસ પાસવાન જીએ આ બધામાં મહત્વની ભૂમિકા નિભાવી. કેટલાક મહત્વપૂર્ણ પદ પર કાર્યરત રહેતા, રામવિલાસ પાસવાન પોતાના સરળ અને સૌમ્ય વ્યક્તિત્વથી બધાના પ્રિય રહ્યાં. 

અમિત શાહે કહ્યું કે ભારતીય રાજનીતિ અને કેન્દ્રીય મંત્રીમંડળમાં તેમની ઉણપ સદાય બની રહેશે. ઉલ્લેખનીય છે કે રામવિલાસ પાસવાનનું ગુરુવાર સાંજે નિધન થયું છે. તેમણે દિલ્હાના એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધી. તેઓ 74 વર્ષના હતા. તેમના દિવકરા ચિરાગ પાસવાને ટ્વિટ કરી તેમના નિધન અંગેની જાણકારી આપી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here