ગુજરાતમાં સ્કૂલ ફી મામલો છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો મુદ્દો રહ્યો છે. સરકારના આદેશને પણ સ્કૂલો દ્વારા અનાદાર કરી વાલીઓ પાસે ફી ઉઘરાણી કરવામાં આવતી હોવાનું વારંવાર સામે આવતું હોય છે. ત્યારે FRC દ્વારા દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાની 2019-20ની પ્રોવિઝનલ ફી જાહેર કરવામાં આવી છે.

  • FRC દ્વારા 2019-20ની પ્રોવિઝનલ ફી જાહેર
  • દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાની શાળાની ફી જાહેર
  • સુરતની 20, વલસાડની 3 શાળાની ફી જાહેર
  • ભરૂચની 4, નવસારીની 2 શાળાની ફી જાહેર

FRC દ્વારા દક્ષિણ ગુજરાતની સુરત, વલસાડ, ભરૂચ, નવસારી શાળાઓની ફી જાહેર કરવામાં આવી છે. સુરતની 20, વલસાડની 3, ભરૂચની 4 અને નવસારીની 2 શાળાની ફી જાહેર કરવામાં આવી છે. 
 


FRC દ્વારા સુરતની 20 શાળાની પ્રોવિઝન ફી જાહેર કરી છે. FRCએ 1.70 લાખ સુધીની ફી મંજૂર કરી છે. ફીમાં 1.53 લાખ સુધીનો કાપ મુકવામાં આવ્યો છે. 

જો કે સ્કૂલોની વાત કરીએ તો મહારાજા અગ્રસેન શાળાએ 1.44 લાખથી 1.68 લાખ ફી માંગી હતી. 1 થી 8 માટે 1.44 લાખથી 1.68 લાખ ફી માંગી હતી. FRC દ્વારા 15 હજારની ફી મંજૂર કરાઇ. 

માઉન્ટ લિટ્રેઝા શાળાએ ધોરણ 9ની 1 લાખ સુધી ફી માંગી હતી. 1 લાખની ફા સામે 31 થી 35 હજારની ફી નક્કી કરાઇ છે. પી. પી. સવાણી  કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-8માં 2 લાખ માંગી હતી. 2 લાખ FRCએ 1 લાખની મંજૂર કરી છે. ધોરણ, 11, 12 માટે 2.30 લાખની દરખાસ્ત સામે 1.70 લાખની ફી મંજૂર કરી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here