રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીએ ગુરુવારે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વર્લ્ડ સીરિઝ 2020ને સંબોધિત કરતાં કહ્યું કે, મને પૂરો વિશ્વાસ છે કે, ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિની આગેવાની કરશે. ડિજિટલ ક્નેક્ટિવિટી, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, સ્માર્ટ ડિવાઈઝ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સ જેવી ડિજિટલ ટેકનિક ચોથી ઔદ્યોગિક ક્રાંતિની કરોડરજ્જૂ બનશે.

ટીએમ ફોરમ હેઠળ વર્ચ્યુઅલી આયોજિત આ વર્લ્ડ સીરિઝમાં મુકેશ અંબાણીએ કહ્યું કે, જો ભારતને લીડરશીપ પોઝિશન હાંસલ કરવી છે તો તેણે અલ્ટ્રા હાઈ સ્પીડ કનેક્ટિવિટી, એફોર્ડેબલ સ્માર્ટ ડિવાઈઝ અને શ્રેષ્ઠ ડિજિટલ એપ્લિકેશન અને સોલ્યુશન પર ધ્યાન આપવું પડશે. જિઓની તારીફ કરતાં અંબાણીએ કહ્યું કે, જિઓ આવ્યું તે પહેલાં ભારત 2જીમાં અટક્યું હતું. જિઓને માપતે દેશને પહેલીવાર આઈપી બેઝ઼્ નેટવર્ક કનેક્ટિવિટી મળી. જ્યાં 2જી નેટવર્ક લગાવવામાં દેશને 25 વર્ષ લાગી ગયા. ત્યાં જિઓએ માત્ર 3 વર્ષમાં ભારતમાં 4જી નેટવર્ક ઉભું કરી દીધું હતું.

આ ઉપરાંત અંબાણીએ કહ્યુ કે, જ્યારે ડિજિટલ કનેક્ટિવિટી, એફોર્ડેબલ ડિવાઈઝ અને ડિજિટલ એપ્લિકેશન તેમજ સોલ્યુશનને એક સાથે જોડવામાં આવ્યું તો અસાધારણ રિઝલ્ટ મળ્યું. આજે ભારતમાં લોકો જિઓના પહેલાં જેટલો ડેટા યુઝ કરતાં હતા તેનાથી 30 ગણો ડેટા યુઝ કરી રહ્યા છે. ડેટા યુઝ 0.2 અરબથી 1.2 અરબ થઈ ગયો છે. આ ઉપરાંત અંબાણીએ કહ્યું કે, જિઓ ટૂંક સમયમાં ભારતમાં 5જી ટેક્નોલોજી લોન્ચ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here