અભય ભારદ્રાજને વધુ સારવાર માટે ચેન્નઇ લઇ જવાશે. 11 વાગ્યે ચાર્ટડ પ્લેનમાં ચેન્નઇ લઇ જવાશે. ફેફસાના નિષ્ણાંત ડોક્ટર બાલકૃષ્ણ પાસે સારવાર કરાશે.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે છેલ્લા દોઢ મહિનાથી કોરોનાની સારવાર લઈ રહેલા રાજ્યસભાના સાંસદ અભય ભારદ્રાજની તબિયતને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. અભય ભારદ્રાજને વધુ સારવાર માટે ચેન્નઇ લઇ જવાશે. 11 વાગ્યે ચાર્ટડ પ્લેનમાં ચેન્નઇ લઇ જવાશે. ફેફસાના નિષ્ણાંત ડોક્ટર બાલકૃષ્ણ પાસે સારવાર કરાશે.

સાંસદ અભયભાઈ ભારદ્વાજને વધુ સારવાર માટે ચેન્નાઇ MGM હોસ્પિટલ ખાતે લઈ જવાઇ રહ્યાં છે. વિખ્યાત ડો. કે. આર. બાલાક્રિષ્નન તેમની સારવાર કરશે. તેઓ ફેફસાં, મિકેનિકલ સર્ક્યુલર સપોર્ટ અને કાર્ડિયાક બાબતોનાં નિષ્ણાત છે. કોરોના કાળમાં અને તે પહેલાં અનેક કપરાં કેસોમાં ડૉ. બાલાક્રિષ્નન સફળતા મેળવી ચૂક્યાં છે.

સાંસદ અભયભાઈ ભારદ્વાજને વધુ સારવાર અર્થે ચાર્ટર્ડ પ્લેન મારફતે ચેન્નઇ લઈ જવાશે. 11 વાગ્યે પુત્ર અંશ અને ભાઈ નીતિનભાઈ ભારદ્વાજ પણ સાથે જશે. મુંબઈના ડો.ઓઝા સહીત 3 તબીબો પણ સાથે જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here