કોરોના મહામારીના કારણે સર્જાયેલી આર્થિક કટોકટીની અસર વૈશ્વિક સ્તરે પાડવાની સંભાવનાઓ છે. જયારે કંપની ઉપર દેવું વધી જાય છે અને તે લોન અને પેમેન્ટ ચુકવવામાં અસક્ષમ સાબિત થાય છે ત્યારે તે નાદાર સાબિત થાય છે

 કોવિડ -૧૯ મહામારી દરમ્યાન અચાનક અર્થતંત્ર ઠપ્પ થયું હતું. અનલોકથી ધીમેધીમે સ્થિતિ સામાન્ય કરવા પ્રયાસ કરાઈ રહ્યા છે પણ ૬ મહિનાની અસરે ઉદ્યોગોની કમરતોડી નાખી છે.

એક આર્થિક સર્વેક્ષણ અનુસાર અન્ય દેશોની સરખામણીએ અમેરિકામાં તેની અસર વધુ જોવા મળી શકે છે. એક અમેરિકી વીમા કંપનીએ ભાવિ સમસ્યાનો અણસાર પણ જાહેર કર્યો છે. અન્ય દેશોની સરખામણીએ અમેરિકામાં કંપનીઓ ડૂબવાનો રેશિયો ૫૭ ટકા સુધી વધુ આવવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. જો અમેરિકામાં આર્થિક ભીંસના કારણે ડૂબનાર કંપનીઓ સૌથી વધુ હશે તો તેની પાછળ બ્રાઝીલ અને બ્રિટનના એકમોની પણ નુકશાન ઓછું નહિ હોય. ચીનની સ્થિતિનો અંદાજ લગાવવો મુશ્કેલ છે પણ તે પણ અસરમાંથી બાકાત રહેશે નહિ. કેટલીક કંપનીઓએ ફડચામાં જાહેર થવા પ્રક્રિયાઓ પણ શરુ કરી દીધી છે. આ એકમોનો નવા નોર્ડર અને ઇક્વાયરી તરફ ન લેવાતો રસ ઘણુંબધું સૂચવે છે.

તજજ્ઞો અનુસાર એક વર્ષમાં સ્થિતિ ઘણા અંશે સ્પષ્ટ થશે. નાદારી નોંધાવનાર કંપનીઓની હકીકત અને પરિણામો વર્ષ ૨૦૨૦ના ત્રીજા ત્રિમાસિક સમયગાળા દરમ્યાન સામે આવી શકે છે.કોરોના મહામારીના આર્થિક સંકટને પહોંચી વળવા દરેક દેશે આથી સહાય પેકેજ જાહેર કાર્ય છે . પેકેજની સહાય પુરી થયા બાદ ઘણી કંપનીઓ દાવા કરશે. શરૂઆત નાની કંપનીઓથી થઈ મોટા ઉદ્યોગો સુધી અસર દેખાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here