ભજન સમ્રાટ અનુપ જલોટા છેલ્લા ઘણા સમયથી ભજન સિવાય પણ લાઇમલાઇટમાં છે. 67ની ઉંમરમાં તેમણે એવુ કંઇક કર્યુ છે કે જેનાથી તે ફરી એક વાર ચર્ચાનો મુદ્દો બન્યા છે. સોશ્યલ મિડીયા પર આવેલી તેમની તસવીરોએ લોકોને શોક કરી દીધા છે.

  • ભજન સમ્રાટ અનુપ જલોટા ફરી ચર્ચામાં
  • જસલીન મથારુ સાથે થઇ રહ્યાં છે વાયરલ
  • વરરાજા બન્યા અનુપ જલોટા 

સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહેલી આ તસવીરોમાં તે વરરાજાના વેશમાં છે અને તેમની સાથે તેમની દુલ્હન જસલીન મથારૂ પણ છે. તેમની ચર્ચા થઇ રહી છે કે 67 વર્ષની ઉંમરમાં ફરી અનુપ જલોટા ઘોડે ચડ્યા કે શું?

67ની ઉંમરમાં વરરાજા બનીને અનુપ જલોટા ખૂબ ખુશ દેખાઇ રહ્યાં છે. શેરવાની સાથે સાફો પહેરેલા અનુપ અને મૉડલ જસલીન મથારૂ તેમની દુલ્હન બની છે. યુઝર્સ તેવા સવાલ કરી રહ્યાં છે કે શું તેમણે લગ્ન કરી લીધા છે? 

જસલીન મથારૂએ તેના ઇન્સ્ટા પર આ તસવીરોને શૅર કરી છે પરંતુ નોટિસ કરવાવાળી વાત તે છે તે તેણે આ તસવીરો સાથે કોઇ જ કેપ્શન નથી મુક્યું. તેણે માત્ર ફાયર વાળા બે ઇમોજી મુક્યા છે. 

વાત જાણે એમ છે કે, બંને એક ફિલ્મમાં સાથે નજરે પડવાના છે, જેનુ નામ છે વો મેરી સ્ટુડન્ટ હે. જસલીને ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે જેમાં તે અનુપ સાથે જોવા મળી રહી છે. તેને જસલીને રિ પોસ્ટ પણ કર્યો છે., 

અનુપ જલોટાએ ત્રણ લગ્ન કર્યા છે, પહેલી પત્નીનું નામ સોનાલી શેઠ છે, બીજી પત્ની બીના ભાટિયા અને ત્રીજી મેઘા ગુજરાલ છે. ત્રણેય સાથે તેમનો સંબંધ ન જામી શક્યો, બાદમાં તેમણે ઇઝરાયલી મોડલ રીના ગોલનને પણ ડેટ કરી હતી. સોશ્યલ મિડીયા પર આ તસવીર જોયા બાદ યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે, કેટલાક યુઝર્સ તો પુછી રહ્યાં છે કે આ ક્યારે થયું. તો ઘણા યુઝર્સ ફની કમેન્ટ્સ કરી રહ્યાં છે. 

તમને જણાવી દઇએ કે, ભજન સમ્રાટ અનુપ જલોટા અને જસલીન મથારૂની જોડી બિગબોસ સિઝન-12માં ખૂબ જામેલી હતી. તે સમયે બંનેની લવ લાઇફ ખૂબ જ ચર્ચામાં હતી. કપલને લઇને ઘણી બધી ખબરો સામે આવતી રહેતી હતી, જેથી લોકોને પણ બંને વચ્ચે શું સંબંધ છે તે જાણવામાં રસ પડ્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here