ભાજપે શુક્રવારે રાજસ્થાનમાં કાયદો અને વ્યવસ્થાને લઈને કોંગ્રેસ પર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ભાજપના કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું છે કે રાજસ્થાનમાં કાયદો વ્યવસ્થા ધ્વસ્ત થયા છે. રાહુલ ગાંધી રાજસ્થાનની મુલાકાત લે તે જરૂરી છે. રાહુલ ગાંધીએ ભારત દર્શન કરવાને બદલે રાજસ્થાનના જિલ્લાઓની મુલાકાત લેવી જોઈએ.

  • રાજસ્થાનમાં પૂજારીની હત્યા
  • ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર
  • રાહુલ ગાંધી રાજસ્થાનની મુલાકાત લેઃ જાવડેકર

 
રાજસ્થાનના કરૌલીમાં ભૂમિ વિવાદમાં એક પૂજારીને કથિત રીતે આગ લગાવી દેવામાં આવી હતી. આ પછી એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ માટેની ગંભીરતા બતાવતા રાજ્ય સરકાર પાસે તરત કાર્યવાહીની માંગ કરી છે. 

રાજસ્થાનમાં કાયદો અને વ્યવસ્થા ઠપ્પ છેઃ જાવડેકર

કેન્દ્રીય મંત્રીએ મીડિયાને સંબોધિત કરતાં કહ્યું કે રાજસ્થાનમાં કાયદો અને વ્યવસ્થા ઠપ્પ છે. ક્યાંય કાયદો જોવા મળી રહ્યો નથી. તેઓએ આરોપ લગાવ્યો છે કે રાજ્યમાં દુષ્કર્મની  ઘટનાઓમાં પણ ગેહલોત સરકાર કંઈ કરી રહી નથી.

અગાઉ પણ એક ઘટનામાં મુખ્યમંત્રીએ કર્યું હતું ટ્વિટ

આ પહેલાં પણ મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક ટ્વિટ કર્યુ હતું કે સપોટરમાં બાબૂલાલ વૈષ્ણવની હત્યા અત્યંત દુર્ભાગ્ય પૂર્ણ અને નિંદનીય છે. સભ્ય સમાજમાં આવા કૃત્યનું કોઈ સ્થાન નથી. પ્રદેશ સરકાર આ દુઃખદ સમયમાં શોકાકુળ પરિજનોની સાથે છે. ઘટનાના મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને કાર્યવાહી પણ ચાલી રહી છે. દોષીઓને સજા અચૂક મળશે. 

વસુંધરા રાજેએ પણ ઘટનાને વખોડી 

આ પહેલાં રાજસ્થાનની પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પણ ટ્વિટ કરીને ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું. તેઓએ લખ્યું કે એક વાત તો સ્પષ્ટ છે કે રાજસ્થાનમાં બાળકો, વૃદ્ધો, મહિલાઓ, વ્યાપારીઓ કોઈ સુરક્ષિત નથી. તેઓએ ઘટનાની નિંદા કરતાં કહ્યું હતું કે કરૌલી જિલ્લાના સપોટરમાં મંદિરના પૂજારીને જીવતા સળગાવીને મોતને ઘાટ ઉતારવાની ઘટનાની જેટલી નિંદા કરાય તેટલી ઓછી છે. તેના માટે જેટલું દુઃખ કરીએ તેટલું ઓછું છે. 


રાજસ્થાનમાં અપરાધનો ગ્રાફ સતત વધી રહ્યો છે

આ સાથે જ તેઓએ લખ્યું કે રાજસ્થાનમાં અપરાધનો ગ્રાફ જે રીતે વધી રહ્યો છે તેનાથી એ વાત તો સ્પષ્ટ છે કે અહી મહિલાઓ, વૃદ્ધો અને દલિત કે વેપારીઓ કોઈ સુરક્ષિત નથી. રાજ્યની કોંગ્રેસ સરકારને હવે પોતાની ઊંઘ છોડીને દોષીઓને કડક સજા અપાવવાની અને પરિવારને ન્યાય અપાવવાની જરૂર છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here