તાઇવાન સાથે મિત્રતા ધરાવતા દેશોથી ચીન ચિડાઇ રહ્યું છે. જો કે ભારતના સંબંધ તાઇવાન સાથે સારા છે. આજે એટલે કે 10 ઑક્ટોબરના રોજ તાઇવાનનો નેશનલ ડે છે. સોશિયલ મીડિયા પર ભારતીયોએ તાઇવાનને સાથ આપ્યો છે. આ સિવાય દિલ્હીમાં ચીની દૂતાવાસની બહાર તાઇવાનને અભિનંદન પાઠવતા પોસ્ટર્સ લગાવ્યા છે. તેનાથી ચીનને મરચાં લાગવાની નક્કી છે. આ પોસ્ટર્સ ભાજપ નેતા તજિંદર બગ્ગા એ લગાવ્યા છે. ભારતમાં ચીની દૂતાવાસ એ ભારતીય મીડિયા સાથે કાર્યક્રમથી દૂર રહેવા માટે કહ્યું હતું. એ સમયે પણ તાઇવાને ચીનને જડબાતોડ જવાબ આપ્યો હતો.

ચાણક્યપુરીમાં ઠેર-ઠેર આવા પોસ્ટર્સ લગાવ્યા છે. તેના પર ઓક્યુપાઇડ મેઈનલેન્ડ ચીનનો નકશો બન્યો છે અને મોટા અક્ષરોમાં તાઇવાનની નીચે ‘હેપી નેશનલ ડે’ લખ્યું છે. સોશિયલ મીડિયા પર પહેલાં જ ચીન અને શી જિનપિંગની વિરૂદ્ધ ગુસ્સો છે. હવે આવા પોસ્ટરો સામે આવ્યા બાદ ચીન ભડકે બળશે. ચીની દૂતાવાસ શાંતિપથ પર આવે છે. ઘણા બધા લોકો એ શાંતિપથનું નામ દલાઇ લામા પથ રાખવાની માંગણી કરી છે. તેમનું કહેવું છે કે તેનાથી ચીનને દરરોજ તિબેટની સ્થિતિનો અહેસાસ થશે.

વિદેશ મંત્રાલયે ભારતીયોનો આભાર માન્યો

તાઇવાનનું વિદેશ મંત્રાલય સોશિયલ મીડિયા પર ભારતથી ભરપૂર સમર્થન મળતા ખૂબ ખુશ દેખાઈ રહ્યું છે. શુક્રવારે એક ટ્વિટમાં તાઇવાનના વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું હતું કે ‘ભારતના ઘણા મિત્રો તાઇવાન નેશનલ ડેની ઉજવણીમાં ભાગ લેવા તૈયાર છે. તાઇવાનમાં અમારું દિલ અદ્ભુત સમર્થનથી ખુશ છે. આભાર. જ્યારે અમે કહીએ છીએ કે અમને ભારત પસંદ છે, અમે તેને માનીએ છીએ, ગેટ લોસ્ટ.

જેવા સાથે તેવાથી જ સમજશે ચીન!

તાઇવાન દર વર્ષે 10 ઓક્ટોબરે પોતાનો રાષ્ટ્રીય દિવસ ઉજવે છે. ચીન આ ક્ષેત્રને પોતાનો ભાગ ગણાવે છે અને બાકીનું વિશ્વ પણ આમ જ કરે. ‘વન ચાઇના’ની દુહાઇ કરતું ચીન લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવા પર ‘ગેરકાયદેસર’ ગણાવી રહ્યું છે, જે ભારતની પ્રાદેશિક સાર્વભૌમત્વનું અપમાન છે. જ્યારે ચીને લદ્દાખનો ઉલ્લેખ કર્યો ત્યારે ભારતમાં પણ એક અવાજ ઉઠ્યો કે તેણે તાઇવાન અને જિનજિયાંગનો મુદ્દો ઉઠાવવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here