કોરોના કાળમાં યાત્રિકોને રાહત આપવા માટે ભારતીય રેલવેએ ટિકીટોના આરક્ષણ માટે ઘણા મોટા ફેરફાર કર્યા છે. જે આજે એટલે કે શનિવારથી લાગુ થઈ ગયા છે. નવા ફેરફાર હેઠળ ટ્રેનમાં ટિકીટ રિઝર્વેશનનો બીજો ચાર્ટ ટ્રેનના સ્ટેશનથી ચાલ્યાના અડધા કલાકમાં જાહેર થઈ જશે. જણાવી દઈએ કે, કેટલાક મહિનાથી કોરોના વાયરસ મહામારીને જોતા રેલવેએ આ સમય બે કલાકનો કર્યો હતો.

આજથી આ નવા નિયમો થશે લાગુ

કોરોના વાયરસ મહામારીના પગલે રેલવેએ આ નિયમમાં બદલાવ કર્યો હતો. રેલવેએ બીજો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપડ્યાના 2 કલાક પહેલા બનાવવાનું નક્કી કર્યુ હતુ. પરંતુ ફરીથી આ નિયમમાં બદલાવ કરતાં હવે ફરીથી બીજો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપડવાના સમયના 30 મિનિટ પહેલા બનશે. બીજો ચાર્ટ તૈયાર થયા પહેલા ટિકિટ બુકિંગની સુવિધા ઓનલાઇન અને પીઆરએસ ટિકિટ કાઉન્ટર પર ઉપલબ્ધ રહેશે. ટ્રેન ઉપડ્યાના 30 મિનિટ પહેલા ચાર્ટ બનાવવાની ટેકનિકને ફરી શરૂ કરવા માટે રેલ સૂચના પ્રણાલી કેન્દ્ર સોફ્ટવેરમાં જરૂરી ફેરફાર કરશે.

રેલવે મુસાફરોને થશે આ ફાયદો

ટ્રેનનો પહેલો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલા તૈયાર કરવામાં આવે છે. બીજા ચાર્ટનો સમય બદલવા પર હવે મુસાફરો સામે ટિકિટ બુક કરાવાના વધુ વિકલ્પ હશે. મુસાફરો બીજો ચાર્ટ તૈયાર થવા સુધી વહેલા તે પહેલાના આધારે ઇન્ટરનેટ પર ટિકિટ બુક કરાવી શકે છે. બીજો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન છૂટવાના નિશ્વિત સમયથી 30 મિનિટ પહેલા તૈયાર કરવામાં આવશે. આ ટાઇમ ટેબલમાં પહેલાથી બુક ટિકિટોને કેન્સલ કરાવાની પણ જોગવાઇ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here