વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે રવિવારે સ્વામિત્વ યોજનાને લોન્ચ કરશે. આ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ્સથી ભૌતિક રૂપે વહેંચી શકાશે. પીએમ મોદી આ સ્કીમને વીડિયો કોન્ફેંસિંગથી લોન્ચ કરશે. વડાપ્રધાન કાર્યાલયે શુક્રવારે તેને ગ્રામીણ ભારત માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. આ યોજના લોન્ચ થવાથી ગ્રામીણ ક્ષેત્રના લોકો કોઇ પણ પ્રકારના લોન કે નાણાંકીય લાભ લેવા માટે ફાઇનાન્શિયલ એસેટ તરીકે પોતાની પ્રોપર્ટીનો ઉપયોગ કરી શકશે.

  • પીએમ મોદી આવતીકાલે લોન્ચ કરશે સ્વામિત્વ યોજના
  • ગ્રામીણ ભારત માટેનું ઐતિહાસિક પગલું ગણાશે
  • જાણો કોણ અને કેવી રીતે મેળવી શકશે લાભ

આ છે પ્રોસેસ

વડાપ્રધાન મંત્રાલયે જણાવ્યું કે આ યોજનાના લોન્ચ દરમિયાન 1 લાખ પ્રોપર્ટી હોલ્ડર્સને મોબાઇલ પર લિંક મોકલવામાં આવશે. આ લિંકની મદદથી તે પોતાના પ્રોપર્ટી કાર્ડને ડાઉનલોડ કરી શકશે. આ પછી રાજ્ય સરકાર તરફથી ફિઝિકલ પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. 6 રાજ્યોના 763 ગામના લાભાર્થીઓ માટે આ પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. જેમાં ઉત્તર પ્રદેશના 346, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્યપ્રદેશના 44 અને ઉત્તરાખંડના 50 તથા કર્ણાટકના બે ગામ સામેલ છે.

મહારાષ્ટ્રમાં પ્રોપર્ટી કાર્ડ પર નોમિનલ કોસ્ટ લેવાશે

મહારાષ્ટ્ર સિવાય અન્ય રાજ્યોના લોકોને પણ આ યોજનાની લોન્ચના એક દિવસ પછી ફિઝિકલ પ્રોપર્ટીના કાર્ડ સોંપવામાં આવશે. મહારાષ્ટ્રમાં પ્રોપર્ટી કાર્ડ પર નોમિનલ કોસ્ટ વસૂલવાનો પ્રવાધાન છે. આમ મહારાષ્ટ્રના લોકોને એક મહિનાની અંદર પ્રોપર્ટી કાર્ડ સોંપવામાં આવશે. પીએમઓ કહ્યું આવું પહેલીવાર નથી થઇ રહ્યું કે ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રોપર્ટી માલિકો નવી ટેકનોલોજીની મદદથી આટલા મોટો સ્તર પર લાભ મળે. આ યોજના લોન્ચ થતા જ પીએમ મોદી લાર્ભાર્થીઓને વીડિયો કોન્ફેરન્સિંગથી વાત કરશે. પંચાયતી રાજ સ્કીમની અંદર જ SVAMITVA યોજનાને લોન્ચ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here