કોલકતા નાઈટરાઈડર્સની સામેના મેચમાં ધોનીનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. તેના જ કારણે લોકો તેની પુત્રી જીવાને રેપની ધમકી આપી રહ્યાં છે.

નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પાંચ વર્ષની પુત્રી જીવાને સોશયલ મીડિયા ઉપર રેપની ધમકી મળી રહી છે. મીડિયામાં ચાલી રહેલા સમાચારો પ્રમાણે ધોનીની પત્ની સાક્ષી સિંહ ધોનીને ઈન્સ્ટાગ્રામ ઉપર જીવાને રેપની ધમકી મળી છે. એટલું જ નહી લોકો સોશયલ મીડિયામાં જીવાને અપશબ્દો પણ બોલી રહ્યાં છે.

કોલકતા નાઈટરાઈડર્સની સામેના મેચમાં ધોનીનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. તેના જ કારણે લોકો તેની પુત્રી જીવાને રેપની ધમકી આપી રહ્યાં છે. જણાવી દઈએ કે, આઈપીએલની 13મી સીઝનમાં ધોનીનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. ચેન્નઈ સુપરકિંગ્સ અત્યારસુધી 6 મેચ રમી ચુકી છે. જેમાંથી તે માત્ર બે મેચોમાં જીત મેળવી શક્યું નથી. જ્યારે 4 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. જો કે તમામ લોકો જાણે છે કે રમતમાં હાર જીત સિક્કાની બે બાજુ છે. પરંતુ સોશિયલ મીડિયા પર જોઈએ તો અમુક ટ્રોલ્સે ધોનીની સાથે સાથી તેમની પત્ની સાક્ષી ધોનીને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અભદ્ર વર્તન અને ગાળો જેવી પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું છે.

અહેવાલોનું માનીએ તો કોલકાતા નાઈટરાઈડર્સ વિરુદ્ધ મેચમાં ધોનીનું પ્રદર્શન બરાબર રહ્યું નહોતું. જેના કારણે લોકોએ ધોનીની પુત્રી જીવાને રેપની ધમકી આપી હતી.

આ મામલે પૂર્વ ભારતીય ઝડપી બોલર અને ક્રિકેટ કોમેન્ટેટર ઈરફાન પઠાણે પણ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે. પઠાણે ટ્વીટ કરીને લખ્યું કે, ‘તમામ ખેલાડી પોતાની શ્રેષ્ઠ રમત રમી રહ્યા છે. ક્યારેક તે કામ ન પણ કરે, પરંતુ તેનાથી કોઈને એવો અધિકાર નથી મળતો કે તેના કોઈપણ નાના બાળકો વિશે આવી અભદ્ર ધમકી આપો.’

એક્ટ્રેસ નગમાએ પણ આ મુદ્દે ટ્વીટ કરીને પ્રધાનમંત્રી મોદીને સવાલ પૂછ્યો છે. તેણે ટ્વીટમાં લખ્યું કે, ‘એક દેશ તરીકે આપણે ક્યાં ઉભા છીએ? આ ખૂબ જ શરમજનક વાત છે કે IPLમાં KKR સામે ચેન્નાઈની હાર બાદ લોકોએ ધોનીની 5 વર્ષની દિકરી સાથે રેપ કરવાની ધમકી આપી છે. મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર આપણા દેશમાં આ શુ થઈ રહ્યું છે?’ આ સાથે જ નગમાએ ટ્વીટમાં હેશટેગમાં બેટી બચાવો-બેટી પઢાઓ લખ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here