અમદાવાદની DPS ઈસ્ટ સ્કૂલને લઈને આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદની DPS ઈસ્ટ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ શિક્ષણ વિભાગે આ મોટી કાર્યવાહી કરી છે. જેના કારણે DPS ઈસ્ટ સ્કૂલમાં ભણતા બાળકોનું ભાવી અધ્ધરતાલ થયું છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે DPS ઈસ્ટ સ્કૂલમાં અમાન્ય વર્ગો માટે રૂ.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને એપ્રિલ 2021થી સ્કૂલ બંધ કરવા આદેશ આપી દેવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષણ વિભાગે આ કાર્યવાહી કરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, નિત્યાનંદને ગોરખ ધંધા આચરવા માટે જગ્યા આપનારા અને ગુજરાત સરકાર સાથે ફોર્જરી આચરનારા શહેરના હિરાપુર વિસ્તારની DPS સ્કુલને આખરે તાળા લાગ્યા છે. શિક્ષણ બોર્ડ દ્વારા NOC આપવાની ના પાડ્યા બાદ હવે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા આ સ્કુલની મંજૂરી રદ કરવાનો નિર્ણય કરાયો છે. વર્ષ 2011થી બોગલ NOC આધારે ફોર્જરી આચરવા બદલ સ્કૂલને 50 લાખનો દંડ પણ ફટકારવામાં આવયો છે.

ફોર્જરી આચરવા બદલ શિક્ષણ વિભાગે DPS સ્કૂલની માન્યતા રદ કરી હોવાનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં હાઈકોર્ટે સ્કૂલની માન્યતા રદ કર્યાના શિક્ષણ વિભાગના હુકમને રદ કરી જણાવ્યુ કે, કાયદામાં લખેલા તમામ સ્ટેપ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે. જેના ભાગરૂપે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલની સ્થળ તપાસ કરી નિયામક કચેરીમાં રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. જેના આધારે સ્કૂલની કાયમી માટે મંજૂરી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનુ ભાવી ન બગડે તેના માટે ચાલુ શૈક્ષણિક વર્ષ સુધી સ્કૂલ કાર્યરત રહેશે. વર્ષ 2021ના નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલને તાળા લાગી જશે.

તમને જણાવીએ કે, અમદાવાદની DPS ઈસ્ટ સ્કૂલ નિત્યાનંદ આશ્રમ વિવાદમાં સપડાઈ હતી. ત્યારબાદ એકપછી એક મોટા ઘટસ્ફોટ થયા હતા. બોગસ NOC, આશ્રમ જમીન વિવાદનો કેસ અને NOC વગર જ સ્કૂલ શરૂ કરી દેવાઈ જેવી અનેક સવાલોના કારણે સ્કૂલ ચર્ચાનો વિષય બન્યો હતો.

નિત્યાનંદ આશ્રમને નિયમ વિરુદ્ધ સ્કૂલ કેમ્પસમાં જમીન આપવાના વિવાદ બાદ cbse દ્વારા અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની તપાસમાં noc જ નહીં. જમીનના અપૂરતા દસ્તાવેજો, Bu પરમિશન સર્ટિફિકેટ ન હોવા સહિતની ગરરરીતિઓને લીધે પગલાં લેવામાં આવ્યા છે. સ્કૂલ મેનેજમેન્ટ noc વગર જ સ્કૂલ શરૂ કરી હતી. બીજી બાજુ Cbse સામે ખોટું noc રજૂ કર્યું હતું, જેના પર પોલીસ ફરિયાદ પણ થઈ હતી. ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગે rte એકટ હેઠળ પ્રાથમિકતાની માન્યતા રદ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here