ભારત અને ઈઝરાયલ દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરવામાં આવી રહેલી કોરોનાની ટેસ્ટિંગ કિટ હવે એક મિનિટથી પણ ઓછા સમયમાં પરિણામ આપશે. કોરોનાના સંક્રમણની જાણકારી મેળવવા માટે કોઈ વ્યક્તિએ એક ટેસ્ટ ટ્યૂબમાં ફક્ત ફૂંક મારવાની રહેશે. અને સાથે જ 30-40 સેકંડમાં જ પરિણામ આવી જશે. મહામારીને અટકાવવા માટે વેક્સીન વિકસિત કરવામાં પણ આ બંને દેશો મદદરૂપ બનશે.

  • ભારત અને ઈઝરાયલની નવી શોધ
  • કોરોનાની નવી ટેસ્ટિંગ કિટ જલ્દી જ લાવ શે
  • ગણતરીની સેકંડમાં એક ફૂંકથી જાણી શકાશે પરિણામ

ભારત અને ઈઝરાયલનું કહેવું છે કે આ શોધ તેના છેલ્લા ચરણમાં છે. થોડા જ દિવસોમાં તેને પ્રયોગ માટે લાગૂ કરી શકાશે. આ પ્રક્રિયામાં ઝડપથી પરિણામ મળતું હોવાથી તે વધુ અસરકારક રહેશે. આ માટે વધુમાં વધુ 3 અઠવાડિયાનો સમય લાગશે. 

નિર્ણાયક બનશે આ શોધઃ મલ્કા

ભારતીય અને ઈઝરાયલી સંશોધનકર્તાએ 4 પ્રકારની પ્રોદ્યોગિકી માટે ભારતમાં મોટી સંખ્યામાં નમૂના એકત્ર કર્યા બાદ પરીક્ષણ કર્યું. તેમાં શ્વાસની તપાસ કરવી અને અવાજની તપાસ પણ સામેલ છે. કોરોનાની ઝડપથી તપાસ આ શોધથી થઈ શકશે. આ માટે લાળના નમૂનામાં કોરોનાની હાજરી પમ તપાસી શકાશે અને પોલી અમીનો એસિડનો ઉપયોગ કરતાં જ કોરોનાથી સંબંધિત પ્રોટિનને અલગ કરે છે.   


દુનિયા માટે હશે સારા સમાચાર, સસ્તામાં મળશે પરિણામ

મલ્કાએ કહ્યું છે કે આ દુનિયા માટે સારા સમાચાર હશે. અમે આ અભિયાનને ખુલા આસમાન નામ આપ્યું છે. જે સાચે જ આંતરરાષ્ટ્રિય યાત્રા અને આર્થિક ગતિવિધિના સંદર્ભમાં આસમાન ખોલી દેશે કારણ કે તેનો ઉપયોગ એરપોર્ટ અને અન્ય સ્થાનો પર કરી શકાશે. આ માટે વ્યક્તિએ એક ટ્યૂબમાં ફૂંત મારવાની રહેશે અને 30-50 સેકંડમાં જ પરિણામ આવી જશે. મલ્કાએ કહ્યું કે આ ખૂબ સસ્તી પમ હશે કારણે કે તેમાં સ્થાન પર જ પરિણામ આવી જાય છે. તેને કોઈ પ્રયોગશાળામાં મોકલવાની જરૂર રહેશે નહીં. તેઓએ કહ્યું કે અમને લાગે છે કે જ્યારે એક વિશ્વસનીય વેક્સીન આવશે તો સુરક્ષિત અને કારગર સાબિત થશે. તેનું ઉત્પાદન પણ ભારતમાં થશે. મહામારીના કારણે સ્વાસ્થ્યનો વિષય બંને દેશોના સહયોગને આધારે જાળવી શકાશે. 
 
 
ત્વરિત તપાસ ટેકનોલોજી સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ સંશોધન અને વિકાસ નિયામક અને ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ), વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઈઆર) અને ભારતના આચાર્ય વૈજ્ઞાનિક સલાહકાર દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. બંને દેશોના વિદેશ મંત્રાલય દ્વારા તેનું સંકલન કરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here