જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અથડામણમાં બે આતંકીઓને ઠાર માર્યા છે. બંન્ને આતંકીઓની હજુ ઓળખ નથી થઈ. હજુ ઑપરેશન જારી છે.

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ચિનગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. ન્યુઝ એજન્સી એએનઆઈના અનુસાર, ખાનગી એજન્સીઓ પાસેથી મળેલા ઈનપુટ બાદ સુરક્ષાદળોએ કુલગામ જિલ્લાના ચિંગમ વિસ્તારને ઘેરી લીધો.

આતંકીઓએ ખુદને ઘેરાયેલા જોઈ સુરક્ષાદળો પર ફાયરિંગ કરી દીધું. સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરતા બે આતંકીઓને ઠાર માર્યા. હાલ ઑફરેશન જારી છે. માર્યા ગયેલા આતંકીઓની ઓળખના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here