રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઈટ હાઉસના ડૉક્ટરોએ શનિવારથી સાર્વજનિક રેલીઓમાં ભાગ લેવાની પરવાનગી આપી દીધી છે. આ સાથે જ ટ્રમ્પના ટોચના પ્રશાસનિક અધિકારીઓ પર દબાણ વધી ગયું છે.

ટ્રમ્પના સંક્રમિત થવાના 9 દિવસ બાદ શનિવારથી ચૂંકણી અભિયાન પર બીજીવાર પરત ફરવાની જાહેરાત સાથે જ તેમણે કેબિનેટ અધિકારીઓને તેમના રાજકીય વિરોધીઓ સામે કાર્યવાહી નહીં કરવા બદલ ટીકા પણ કરી હતી.

ટ્રમ્પે પોતાની પહેલી જાહેર ટિપ્પણીમાં તેમના હરીફ જો બિડેન પર જ નિશાન સાધ્યુ ન હતું, પરંતુ ઉપરાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટના દાવેદાર સીનેટર કમલા હેરિસને પણ એક ‘રાક્ષસ’ અને ‘કમ્યુનિસ્ટ’ પણ ગણાવ્યા હતા.

તેમણે ગુરુવારે બિડેન સાથેની આગામી ચર્ચામાં ભાગ લેવાના સંકલ્પને પણ દોહરાવ્યો હતો. ડૉક્ટરો દ્વારા જાહેર પ્રવૃત્તિમાં પાછા ફરવાની મંજૂરી મળ્યા બાદ તરત જ ટ્રમ્પે શનિવારે મોડી સાંજે ફ્લોરિડામાં ચૂંટણી પ્રચાર રેલીની પણ ઘોષણા કરી હતી.

તેમણે ફરી એકવાર કોરોના વાયરસને રદિયો આપ્યો અને કહ્યું, “જ્યારે તમે આના પર મજબૂત પકડ બનાવી લો છો ત્યારે તમે સ્વસ્થ બનો છો.” જણાવી દઈએ કે, કોવિડ અમેરિકામાં 2.12 લાખથી વધુ લોકોનો જીવ લઈ ચૂક્યો છે. ડૉ. સીન કૉનલીએ કહ્યું, રાષ્ટ્રપતિ હવે સ્વસ્થ થઈ ચૂક્યા છે, શનિવારે તેમની સારવારનો દસમો દિવસ હશે.

ટ્રમ્પની માનસિક સ્થિતિ તપાસવાની માંગ, કાયદો લાવશે પેલોસી
અમેરિકી પ્રતિનિધિ સભાના સ્પીકર અને ડેમોક્રેટિક નેતા નેન્સી પેલોસીએ ટ્રમ્પના માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય પરીક્ષણ માટે આયોગ ગઠિત કરવાની માંગ કરી છે. તેના માટે તે એક કાયદો લાવવા જઈ રહ્યા છે.

આ આયોગ બંધારણના 25માં સંશોધન અંતર્ગત ગઠિત કરવામાં આવશે જે અધ્યક્ષ કાર્યાલયના કર્તવ્યોનું સંચાલન કરવામાં અસમર્થ રહેવા પર રાષ્ટ્રપતિના કેબિનેટ કે કોંગ્રેસને દખલની અનુમતિ આપે છે. પેલોસીએ કહ્યું, ટ્રમ્પે પોતાના સ્વાસ્થ્ય વિશે વધુ ખુલાસા કરવા પડશે. તેના જવાબમાં ટ્ર્મ્પે નેન્સીને ‘ક્રેઝી’ જણાવતા કહ્યું, તેમનું માનસિક પરીક્ષણ થવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here