ભારતમાં કોવિડ -19 ના નવા 73,272 કેસ પછી દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 69 લાખથી વધુ થઈ ગઈ છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન વાયરસને કારણે 926 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોવિડ -19 ના કુલ કેસની સંખ્યા વધીને 69,79,424 થઈ ગઈ છે. તો છેલ્લા 24 કલાકમાં વધુ 926 લોકોના મૃત્યુ પછી, મૃત્યુની સંખ્યા વધીને 1,07,416 પર પહોંચી ગઈ છે. હાલમાં દેશમાં 8,83,185 લોકો કોરોના વાયરસની સારવાર લઈ રહ્યા છે.
ભારતમાં કોવિડ -19 કેસો 7ઓગસ્ટના રોજ 20 લાખ, 23 ઓગસ્ટના રોજ 30 લાખ, 5 સપ્ટેમ્બરના રોજ 40 લાખ, 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ અને 28 સપ્ટેમ્બરે 60 લાખને વટાવી ગયા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ના જણાવ્યા અનુસાર, 9 ઓક્ટોબર સુધીમાં કોવિડ -19 ના 8,57,98,698 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં શુક્રવારે 11,64,018 નમૂનાઓની પરીક્ષણ કરવામાં આવી હતી.