કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. આ વીડિયોમાં કથિત રીતે ટ્રકની અંદર બેઠેલા કેટલાક સૈનિકો અંદરોઅંદર વાત કરી રહ્યા છે. તેમાંથી એકનું કહેવું છે કે ‘નોન-બુલેટપ્રૂફ ગાડીમાં મોકલીને આપણા જીવન સાથે ખિલવાડ કરી રહ્યા છે’. રાહુલે આ વીડિયોની સાથે લખ્યું છે કે, આપણા સૈનિકોને નોન-બુલેટ પ્રૂફ ટ્રકોમાં શહીદ થવા મોકલવામાં આવી રહ્યા છે અને PM માટે 84૦૦ કરોડનું વિમાન! શું આ ન્યાય છે?

વડાપ્રધાનને ઇમેજની ચિંતા, જવાનોની નથી

રાહુલ દ્વારા ચીન સાથે સરહદ વિવાદનો મુદ્દો સતત ઉઠાવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન માટે નવા વિમાનના આગમન સાથે તેમને એક વધુ મુદ્દો મળી ગયો છે. બે દિવસ પહેલા રાહુલે એક ટ્વિટમાં કહ્યું હતું કે, વડાપ્રધાને પોતાના માટે 84૦૦ કરોડનું વિમાન ખરીદ્યું. એટલામાં તો સિયાચીન-લદાખ સરહદ પર તૈનાત આપણા સૈનિકો માટે કેટલી બધી ખરીદી કરી શકાતી હતી. 30,00,000 ગરમ કપડાં, 60,00,000 જેકેટ્સ, ગ્લોવ્સ, 67,20,000 પગરખાં, 16,80,000 ઓક્સિજન સિલિન્ડર. વડાપ્રધાન ફક્ત તેમની ઇમેજની ચિંતા કરે છે, સૈનિકોની નહીં. “

મોદીની મજાક બનાવવા પર ભાજપ ભડકયું

શુક્રવારે પણ રાહુલ ગાંધીએ મોદી પર નિશાન સાધ્યું હતું. એક વીડિયો શેર કરતાં રાહુલે કહ્યું હતું કે ‘ભારત માટે અસલી ખતરો એ છે કે આપણા વડાપ્રધાન સમજી શકતા નથી. ખતરો એ છે કે તેમની આજુબાજુમાં કોઈની પણ કંઈ કહેવાની હિંમત નથી. વીડિયોમાં મોદી વેસ્ટસના સીઈઓ હેનરીક એન્ડરસન સાથે વાત કરી રહ્યા હતા. તે હવામાંથી પાણી નીકળવાની તકનીક વિશે વાત કરી રહ્યા હતા જેની રાહુલે મજાક ઉડાવી હતી. ત્યારબાદ રાહુલને અનેક કેન્દ્રીય મંત્રીઓ સહિત ભાજપના નેતાઓએ ઘેરી લીધા હતા.

ચીનને લઇ રાહુલ ગાંધી કરી રહ્યા છે સતત પ્રહારો

ગત સપ્તાહે પંજાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી સરકારે ‘રાષ્ટ્રવિરોધી નીતિઓ અને કાર્યો’ થી દેશને નબળો પાડી દીધો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, “ચીન એ મહેસૂસ કર્યું કે મોદીએ ભારતને નબળું પાડી દીધું છે અને તેમણે આપણી જમીનના 1,200 કિલોમીટરના ક્ષેત્ર પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવાનો લાભ ઉઠાવી લીધો.” રાહુલે પૂછ્યું ચીને આખરે આપણા ક્ષેત્રમાં પ્રવેશવાની હિંમત કેમ કરી? એલએસી પર આપણી બાજુના આપણા 20 સૈનિકોને કેવી રીતે મારી શકે છે, જે એલએસી પર આપણી તરફ હતા?”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here