કોરોનાની મહામારીએ લોકોના શરીર ઉપર જ નહીં પરંતુ તેમના મન ઉપર પણ અસર કરી છે જેમાં ઘણા મોટા મોટા વેપારીઓ સહિત નાના વેપારીઓએ પણ દેવાના બોઝને કારણે અથવા તો કોઈને કોઈ આર્થિક મુસિબતોને કારણે જીવન ટુંકાવ્યા છે ત્યારે જામનગરમાં પણ આવી જ એક હ્રદય દ્વાવક ઘટના સામે આવી છે.

  • જામનગરમાં મેડિકલ સ્ટોર સંચાલકે આપઘાત કરી લીધો
  • આપઘાત પહેલા લખેલી ચીઠ્ઠીથી ભલભલાની આંખો ભીની થઈ જાય
  • દીકરા અને પત્નીને કરી ભલામણો

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ રોયલ એન્કલેવ NRI બંગલા માં C-24માં રહેતા હિતેષ ચંદ્રકાન્તભાઈ પરમાર નામના જામનગરના રણજીત રોડ પર ચામુંડા મેડિકલ સ્ટોર ધરાવતા મેડિકલ સંચાલકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટનમ માટે મોકલી આપ્યો છે. પણ જીવન ટુંકાવતા પહેલા હિતેષ ભાઈએ લખેલી ચીઠ્ઠીને પગલે લોકોના હ્રદય વલોવાઈ ગયા હતા. 

બેટા તુ ડોક્ટર બનજે

હિતેશભાઈએ આપઘાત કરતા પહેલા પોતાના પરિવારને સંબોધન કરાયેલી બે પાનાની સુસાઈડ નોટ લખી છે.આ નોટમાં કનુભાઈ અને રમણભાઈના મોબાઈલ નંબર સાથેના ઉલ્લેખ કરી તેના દ્વારા હેરાન કરાતા હોવાનો અને ઘરનાને જાનથી મારી નાખવાની વાતનો ઉલ્લેખ કરાયો છે. અને એ સુસાઇડનોટમાં જમીન લેવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે મૃતક હિતેશભાઈએ પોતાના મોટા પુત્ર હર્ષને ડોક્ટર બનવાની ઈચ્છા સાથે નાના ભાઈ હિતનું ધ્યાન રાખવા કહી પત્ની નયનાને સંબોધન કરીને પોતાની LIC ની પોલિસીઓ અને લોન ભરવાની પણ ભલામણ કરી છે.

જામનગરમાં મેડિકલ સ્ટોરના સંચાલક હિતેશભાઈ પરમારે પોતાના ઘરે 9ઓક્ટોબર,2020ના રાત્રે 9 વાગ્યા આસપાસ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના બનતા પતિ-પત્ની અને બે બાળકો મળી ચાર સભ્યોનો માળો વિખાયો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ જ્યારે પહોચી તો પોલીસને બે પાનાની સુસાઇડ નોટ પણ મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here