કંગનાએ ટ્વિટમાં લખ્યું હતું કે, ’જે લોકો ખેડુતોના બિલ અંગે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને દેશમાં આતંક મચાવી રહ્યા છે, તેઓ એક રીતે આતંકવાદી છે’

બેંગલૂરુ, તા.10
અભિનેત્રી કંગના રણૌત ખેડૂત આંદોલન વિરુદ્ધ ટ્વિટ કરતી રહી છે. પરંતુ એમનું એક ટ્વિટ તેના માટે ભારે પડી ગયું છે. ખેડૂત આંદોલન વિરુદ્ધ કંગનાએ કરેલા એક ટ્વિટથી ખેડૂતોમાં રોષ ભભૂકી ગયો છે.

તો બીજીતરફ કર્ણાટકની અદાલતે આ ટ્વિટ મામલે કંગના વિરુદ્ધ એફઆઈઆર નોંધવા આદેશ આપતા અભિનેત્રીની મુશ્કેલી વધી ગઈ છે. જોકે, હાલ કંગનાએ આ ટ્વિટ ડિલીટ કરી દીધું છે.

હકીકતમાં કંગનાએ ટ્વિટ કર્યું હતું કે, જે લોકો સીએએ વિશે ખોટી માહિતી અને અફવાઓ ફેલાવે છે અને તેનાથી તોફાનો થાય છે. હવે તે જ લોકો છે જે ખેડુતોના બિલ અંગે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને દેશમાં આતંક મચાવી રહ્યા છે. તેઓ એક રીતે આતંકવાદી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here