સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બોલિવૂડના કેટલાક સિતારાઓની પૂછપરછ કરી હતી. ડ્ર્ગ્સ કેસમાં દીપિકા પાદુકોણ અને તેની મેનેજર કરિશ્મા પ્રકાશની ચૅટ સામે આવી હતી. એનસીબીએ દીપિકાને સમન મોકલ્યુ હતુ જે બાદ રણવીરે એક ટ્વિટ કરી જે ખૂબ ચર્ચામાં છે.

  • સુશાંતના નિધન બાદ રણવીરની પહેલી ટ્વિટ
  • એનસીબીએ દીપિકાની પૂછપરછ કરી હતી
  • નરેન્દ્ર મોદીના કેમ્પેઇનનુ કર્યુ સમર્થન

રણવીર સિંહે ચાર મહિના બાદ ટ્વિટ કર્યુ હતુ. તેનુ ટ્વિટ સુશાંત માટે હતુ જેમાં શ્રદ્ધાંજલિ હતી. જ્યારે એનસીબીએ દીપિકાની પૂછપરછ કરી ત્યારે રણવીરે ચુપ્પી સાધી હતી. હવે રણવીરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક કેમ્પેઇનને લઇને ટ્વિટ કર્યું. 

નરેન્દ્ર મોદીએ કોરોનાને લઇને દરેકને એકજુટ થવા માટે અપીલ કરી છે. જે બાદ અન્ય ક્ષેત્રોની હસ્તીઓએ પણ કેમ્પેઇનનુ સમર્થન કર્યુ હતુ. રણવીરે લખ્યુ કે Let us #Unite2FightCorona ! 👊🏾🧿

તમને જણાવી દઇએ કે, એનસીબીને હાલ કોઇ પણ પુરાવા નથી મળ્યા, જેથી તે દિપીકા, સારા કે રકુલ વિરુદ્ધ કોઇ એક્શન લઇ શકશે નહી. રિયાને પણ મંગળવારે મુંબઇ હાઇકોર્ટે જામિન આપી દીધા હતા. હવે દીપિકા પણ ગોવા જઇને તેની શૂટિંગ શરૂ કરી શકે છે. 

ડ્રગ્સના મામલામાં દીપિકાનું નામ સામે આવ્યુ ત્યારે તે ગોવામાં શકુન બત્રાની ફિલ્મ શૂટ કરી રહી હતી. આ ફિલ્મમાં દીપિકાની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે પણ મુખ્ય ભૂમિકામાં છે. દીપિકાને ફિલ્મનુ શૂટિંગ વચ્ચે જ છોડીને આવવુ પડ્યું હતુ. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here