સરકારની જાહેરાતમાં લોકોને સાવચેતી રાખવાની સલાહ આપતા. લોકોને માસ્ક પહેરવાની અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સલાહ આપતા કિંજલ દવે ખુદ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનું ભૂલી ગયા હતા. બનાસકાંઠામાં લોકગાયક કિંજલ દવે અને ધારાસભ્ય શંશીકાંત પંડ્યાએ કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કર્યો હતો. ત્યારે હવે બન્નેને ઘોડે ચડવું ભારે પડ્યું છે.

  • કિંજલ દવે અને શશિકાંત પંડ્યાને ઘોડે ચડવું ભારે પડ્યું
  • માનવાધિકાર આયોગને સામાજિક કાર્યકરે લખ્યો પત્ર
  • જોગવાઈ મુજબ શિક્ષાત્મક પગલા લેવા માંગ

કોરોનાથી બચવાની સલાહ આપતી ભાજપ સરકારની બ્રાન્ડ એમ્બેસેડર અને લોકગાયિકા કિંજલ દવેએ જ બનાસકાંઠામાં લાખો લોકોના જીવન સાથે મોત ફેલાવવાની રમત રમી હતી. તેની સાથે ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યા પણ હતા. શશિકાંત પંડ્યા અને કિંજલ દવેએ ખુલ્લેઆમ નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. ડીસામાં રોડના ખાતમૃહર્ત વખતે શશીકાંત પંડ્યાએ સરઘસ કાઢ્યું હતું. સરઘસમાં સામાજિક અંતરનું જરા પણ પાલન કરાયું ન હતું. તો માસ્કના નિયમોનો પણ ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. આ કાર્યક્રમ બાદ હવે આ બન્ને વિરૂદ્ધ સામાજિક કાર્યકર દ્વારા પત્ર લખવામાં આવ્યો છે.

કિંજલ દવે અને શશિકાંત પંડ્યા વિરુદ્ધ માનવાધિકાર આયોગને પત્ર લખવામાં આવ્યો છે. કિંજલ દવે અને શશિકાંત પંડ્યા વિરુદ્ધ શિક્ષાત્મક પગલા લેવા માંગ કરવામાં આવી છે. સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે પત્ર લખ્યો છે. જોગવાઇ મુજબ શિક્ષાત્મક અને દંડાત્મક પગલા લેવા માંગ કરવામાં આવી છે. મહત્વનું છે કે, બનાસકાંઠામાં ધાર્મિક કાર્યક્રમમાં કિંજલ દવે અને શશિકાંત પંડ્યાએ ભાગ લીધો હતો. ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. નીચેનો વીડિયો બનાસકાંઠામાં યોજવામાં આવેલા ધાર્મિક કાર્યક્રમનો છે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here