• ધમણ વેન્ટીલેટરમા લાગી આગ
  • આગની ઘટનાના CCTV વાયરલ : MGVCLનાં અધિકારીઓ સહીતની કમિટીની રચના

વડોદરાની SSG હોસ્પિટલમાં કોરોના વોર્ડનામાં આગ લાગી હતી. 35થી વધુ દર્દીઓ વોર્ડમાં સારવાર લઇ રહ્યાં હતા. જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થવા પામી ન હતી. તમામ દર્દીઓને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ આ આગ લાગવાનું કારણ ધમણ હોવાનું સામે આવ્યું છે. આ ધમણ વેન્ટિલેટર અગાઉ પણ અનેક વિવાદોનું કેન્દ્ર બની ચૂક્યું છે.

વડોદરાની SSG હોસ્પિટલમાં ધમણમાં આગ લાગવાના કારણે જ હોસ્પિટલ પણ આગની ઝપેટમાં આવી હતી. ધમણ વેન્ટીલેટરમાં બ્લાસ્ટ થયો અને પછી આગ લાગ્યાના પૂરાવા સામે આવ્યા છે.M KHABAR પાસે EXCLUSIVE ફૂટેજ હાથ લાગ્યા જેમાં દર્દીઓ નિ:સહાય દેખાઈ રહ્યાં છે. CCTVમાં દેખાતા દ્રશ્યો ધમણ વેન્ટીલેટરનું સત્ય પ્રકાશિત કરે છે.

પ્રમાણિત થયા વિના વેન્ટીલેટર સરકારી હોસ્પિટલમાં ઉપયોગ કર્યાનો આરોપ થયો હતો. હવે કોરોના વોર્ડમાં ધમણ વેન્ટીલેટરથી આગ લાગતા દેશી વેન્ટીલેટર પર નવા સવાલો ઉભા થયા છે. શું આ વેન્ટીલેટરથી જીવ બચે? કેવી રીતે વેન્ટીલેટરમાં બ્લાસ્ટ થયો?

ધમણ વેન્ટીલેટરમાં આગ પણ લાગે?

આ અંગે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું ધમણ વેન્ટિલેટરમાં આગ લાગી હતી. સવાલો પૂછતા ગોળગોળ જવાબ આપ્યા હતા. ફરી આવી ઘટના નહીં બને તેની કાળજી લઈશું તેવો બચાવ કર્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here